કેતન બગડા, અમરેલી: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો આવતીકાલે જન્મદિવસ છે, તેમના જન્મદિવસની અનોખી ઉજવણી આજે સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું. જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા સીઆર પાટિલની ભવ્યાતિભવ્ય રક્તતુલા કરવા સાથે બીજા અનેક લોકઉપયોગી કાર્યો પણ કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો જન્મ દિવસ આમ તો ૧૬ માર્ચ છે. પરંતુ સાવરકુંડલામાં તેમનો જન્મ દિવસ એક દિવસ અગાઉ ૧૫ માર્ચ ના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા દ્વારા સાવરકુંડલા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અંદાજીત ૧૬૦૦ બોટલ થી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું જે થકી સીઆર પાટિલની ભવ્ય રક્તતુલા કરવામાં આવી હતી. 


સાથે જ આ કાર્યક્રમમાં હાજર રહેલા ૮ હજારથી વધુ લોકોને ૨ લાખ રૂપિયાનુ વિમા કવચ પણ સુરેશ પાનસુરીયા દ્વારા આપવામાં આવેલ, તમામ રકતદાતાઓને વિવિધ ભેટ સોગાદ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


સાવરકુંડલા ખાતે પધારેલા સીઆર પાટિલની રક્તતુલા પુર્વે તેઓનુ સ્વાગત ૨૧૦૦ જેટલી બાઈક સાથે વિશાળ બાઈક રેલી સમગ્ર શહેરમાં ફરી હતી. રક્તતુલા કાર્યક્રમ મધ્યે એક મોદીગીરી પ્રોજેક્ટ પણ ખુલ્લી મુકવામાં આવ્યો હતો. 


સાવરકુંડલા ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી સીઆર પાટિલ પણ ગદગદીત થયા હતા. સાથે જ સાવરકુંડલામાં બ્લડ બેંક શરૂ કરવાની જુની માંગણી સંતોષવાની ખાત્રી પણ તેમણે આપી હતી. સાવરકુંડલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌથી ધ્યાનાકર્ષણ વાત એ રહી કે સૌપ્રથમ વખત ૫૦૦ થી વધુ મહિલાઓ એ પણ રક્તદાન કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube