CA syllabus Update : સીએના અભ્યાસક્રમ માટે નવા મોટા સમાચાર આવ્યા છે. નવા કોર્સ માટે સરકાર પાસે માગેલી મંજૂરીની પ્રક્રિયા લંબાવાથી નિર્ણય CA ના નવા અભ્યાસક્રમને મંજૂરી નથી મળી. જેના પગલે હવે જૂના કોર્સ મુજબ નવેમ્બરથી પરીક્ષા લેવાશે. નવા અભ્યાસક્રમમાં સૂચવેલા સુધારા અંગે સરકારે સ્પષ્ટીકરણ માગ્યાં હોવાથી આ વિલંબ થયો છે. હવે સીએનો અભ્યક્રમ કરતા છાત્રોએ આ મામલે સ્પષ્ટતા થઈ હોવાથી એ પ્રકારે જ તૈયારી કરવાની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે અમદાવાદ આવેલા પ્રેસિડેન્ટ સીએ દેબાશિસ મિત્રાએ નવા અભ્યાસક્રમના અમલ સંદર્ભે જણાવ્યું હતું કે, નવી અભ્યાસક્રમ તૈયાર કરાયા બાદ તેની મંજુરી માટે ફાઈલ ભારત સરકારમાં મોકલી આપેલી છે. કમિટી દ્વારા અભ્યાસક્રમમાં જે નવા ફેરફાર કરવામાં આવ્યા છે સંદર્ભે સરકાર દ્વારા સ્પષ્ટીકર માગવામાં આવ્યાં છે. જેથી મંજુરીમાં વિલંબ થાય હોવાથી હવે નવેમ્બર ૨૦૨૩માં યોજાનારી પરીક્ષા જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ લેવાશે.આમ હવે છાત્રો પણ તૈયારીઓ શરૂ કરી દે છે. નવા અભ્યાસક્રમમાં ફેરફાર થાય એ પહેલાં છાત્રો માટે છેલ્લો ચાન્સ છે.


આ પણ વાંચો : 


બલ્લે બલ્લે... દેશના TOP-10 શિક્ષિત શહેરોમાં ગુજરાતના 2 શહેરો સામેલ, એડમિશન મળ્યુ તો


BIG BREAKING : ગુજરાત સરકારે આપી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ


નવી શિક્ષણ નીતિ સંદર્ભે સીએનો નવો ઘડવામાં આવેલો અભ્યાસક્રમ નવેમ્બર-૨૦૨૩ની પરીક્ષા માટે લાગુ કરવાનો હતો. પરંતુ સરકારની હજુ સુધી મંજુરી આવી નથી અને મંજૂરીની પ્રક્રિયા લંબાય તેવી શક્યતાઓ હોવાથી હવે નવેમ્બર-૨૦૨૩ની પરીક્ષા જૂના હાલના અભ્યાસક્રમ મુજબ જ લેવામાં આવશે. 


ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની સીટમાં ત્રણ ગણો વધારો થશે. ચાણક્યપુરી વિસ્તારમાં અમદાવાદના આઈકોનિક સીએ ભવનનો  શુક્રવારે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નવા ભવનમાં ૬૪૫ વિદ્યાર્થી અભ્યાસ કરી શકે તેવા ૧૦ ક્લાસરૂમ હશે. આ સિવાય ૩ આઈટી લેબ બનાવાશે. આમ સીએ માટે અમદાવાદમાં મોટી તૈયારીઓ કરવામાં આવી છે.


આ પણ વાંચો : ગાઢ થયેલા રક્તને પાતળુ બનાવશે આ દેશી ચટણી, જિંદગીમાં ક્યારેય હાર્ટએટેક નહિ આવે