CA Final Inter Result 2023: અતુલ તિવારી/અમદાવાદ: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) એ બુધવાર, 5મી જુલાઈના રોજ CA ઇન્ટરમિડિયેટ અને CA ફાઇનલના પરિણામો જાહેર કર્યા છે. જેમાં અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈને સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. આ પરીક્ષાઓ મે 2023માં આયોજિત થઈ હતી. તમામ ઉમેદવારો ICAI CA ની સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર પરિણામ જોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓઓમાં લાગુ થશે નવી શિક્ષણનીતિ, હવે આટલા વર્ષ અભ્યાસ


CA ફાઇનલ અને ઇન્ટરમીડિએટનું પરિણામ આજે (બુધવાર) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં CA ફાઇનલમાં અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈન સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવતા ગુજરાતનું માનભેર ગૌરવ વધ્યું છે. જ્યારે CA ઇન્ટરમીડિએટમાં અમદાવાદના કશિષ ખંધાર દેશમાં 13માં ક્રમે આવ્યો છે.


CA Final Result 2023: અ'વાદના વિદ્યાર્થીએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવી વગાડ્યો ડંકો


કોણ છે અમદાવાદી અક્ષય જૈન? 
CA ફાઇનલમાં દેશમાં પ્રથમ આવેલા અક્ષય જૈન અમદાવાદના ઘોડાસરનો રહેવાસી છે. અક્ષય જૈને સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કરતાં 800 માંથી 616 માર્ક મેળવ્યા છે. અક્ષયના ભાઈ એક ઈજનેર છે, અને પિતા લોજીસ્ટિકના વ્યવસાય સાથે જોડાયેલા છે. અક્ષયે સીએ ફાઈનલ પાસ કર્યા બાદ પોતાનું રહસ્ય ઉજાગર કર્યું હતું. અક્ષયે જણાવ્યું હતું કે, મેં પરીક્ષાના એક મહિના પહેલાથી સોશિયલ મીડિયાનો વપરાશ બંધ કર્યો હતો, રોજના 12 કલાક વાંચન કરતો હતો. જેના કારણે હું દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે.


સોમનાથ-અંબાજીની જેમ ભવ્ય બનાવાશે ગુજરાતનું આ મંદિર, સરકારનો મોટો નિર્ણય


બીજી બાજુ અક્ષય જૈને ભવિષ્યમાં જોબ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અક્ષય જૈને વધુમાં જણાવ્યું હતું કે, મારી 4 મહિનાની મહેનત આખરે રંગ લાવી છે. હું રેગ્યુલર ટેસ્ટ આપતો અને રોજ અભ્યાસ કર્યો છે. મારા માતા પિતા અને ફેકલ્ટીની મદદ મળી રહી. પરિવારમાં કોઈ સીએ નથી પણ પિતાના પિતરાઈ છે જેમણે મને સીએ માટે પ્રેરણા આપી હતી. 


ગાભા કાઢી નાખે તેવી આગાહી, જાણો કયા વિસ્તારો માટે રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ



કોણ છે અમદાવાદની કશિષ ખંધાર? 
જ્યારે  ઇન્ટરમીડિએટમાં દેશમાં 13માં ક્રમે આવેલા અમદાવાદની કશિષ ખંધારને 800માંથી 648 માર્ક આવ્યા છે. તેમણે પોતાની સફળતાનું રાજ ખોલતા જણાવ્યું હતું કે, મને પરિવાર અને ફેકલ્ટીની ખૂબ મદદ મળી છે. હું ઇન્ટરમીડિએટમાં રોજ 12 કલાકની મહેનત કરી છે. ફાઇનલમાં પણ આવી રીતે મહેનતનો પ્રયાસ રહેશે. 


પ્યાર કે લિયે કુછ ભી કરેગા! હિન્દુ યુવાન ધર્મ પરિવર્તન કરીને સુન્નત કરાવવા ગયો, અને.


તમને જણાવી દઈએ કે, CA ફાઇનલ અને ઇન્ટરમીડિએટની પરીક્ષા મે 2023માં લેવાઈ હતી. જેમાં દેશભરમાંથી 13,430 ઉમેદવારો CA તરીકે ક્વોલિફાઇડ થયા હતા. CA ફાઇનલમાં દેશનું 8.33 ટકા પરિણામ આવ્યું છે, નવેમ્બર 2022માં 11.09 ટકા પરિણામ આવ્યું હતું, આ વખતે દેશભરનું પરિણામ ઘટ્યું છે. જ્યારે ફાઇનલમાં અમદાવાદ સેન્ટરનું પરિણામ 9.83 ટકા આવ્યું છે, જે નવેમ્બર 2022માં 15.39 ટકા આવ્યું હતું, જે આ વખતે ઘટ્યું છે.


28000 KMPH ની ગતિથી ધરતી તરફ આવી રહી છે આફત, NASAએ જાહેર કર્યું એલર્ટ


CA ફાઇનલમાં દેશના 25,841 માંથી 2,152  ઉમેદવારો પાસ થયા છે, જ્યારે અમદાવાદમાંથી 600 માંથી 59 ઉમેદવારો પાસ જાહેર થયા છે. CA ઇન્ટરમીડિએટમાં દેશનું 10.24 ટકા પરિણામ, નવેમ્બર 2022માં 12.72 ટકા પરિણામ આવ્યું હતું, આ વખતે દેશભરનું પરિણામ ઘટ્યું છે. જ્યારે ઇન્ટરમીડિએટમાં અમદાવાદનું પરિણામ 10.75 ટકા આવ્યું છે, નવેમ્બર 2022માં પરિણામ 20 ટકા આવ્યું હતું, જે આ વખતે ઘટ્યું. CA ઇન્ટરમીડિએટ દેશના 39,195 માંથી 4014 ઉમેદવારો સફળ થયા છે, જ્યારે અમદાવાદમાંથી 1256 માંથી 135 ઉમેદવારો સફળ થયા છે. હવે આગામી નવેમ્બર 2023માં ઓલ્ડ કોર્ષની પરીક્ષા અંતિમવાર લેવાશે.