CA Final Result May 2022: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, ICAI ફાઈનલના કોર્સનુ રિઝલ્ટ જાહેર કર્યુ છે. સીએની અધિકારિક વેબસાઈટ icai.org અને icai.nic.in પર આ પરિણામ જોવા મળશે. મુંબઈના મીત શાહે સીએની પરીક્ષામાં બાજી મારી છે. તેણે સીએની પરીક્ષામાં ટોપ કર્યુ છે. તો બીજા ક્રમાકે જયપુરના અક્ષત ગોયલ છે. અને ત્રીજા સાથે સુરતની સૃષ્ટિ કેયુરભાઈ સંઘવીએ બાજી મારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએના પરિવારમાંથી આવે છે સૃષ્ટિ
સૃષ્ટિ સંઘવીએ સીએની પરીક્ષા પાસ કરીને દેશનુ નામ રોશન કર્યુ છે. સૃષ્ટિ સંઘવી સીએ પરિવારમાંથી આવે છે તેવુ કહેવુ વધુ યોગ્ય ગણાય. કારણ કે, તેના પરિવારના અનેક સદસ્યો સીએ છે. તેના દાદા અશ્વિન સંઘવી, પિતા કેયુર સંઘવી, કાકા સીએ છે અને ફિયાન્સ હર્ષ પણ સીએની પ્રેક્ટિસ કરે છે. 


આ પણ વાંચો : ST થી મુસાફરી કરવાનુ પ્લાનિંગ હોય તો સાચવજો, વરસાદને કારણે રદ થઈ છે અનેક ટ્રીપ


કેવી રીતે પાસ કરી પરીક્ષા
આ સફળતા કેવી રીતે મેળવી તે વિશે સૃષ્ટિ કહે છે કે, પરિવારમાં અનેક લોકો સીએ હોવાથી મને બાળપણથી જ તેમનુ ગાઈડન્સ મળતુ. તેથી જ હું એ દિશામાં કરિયર બનાવવા પ્રેરાઈ. મને ક્યારેય પરિવારમાંથી સીએ બનવા ફોર્સ કરવામાં ન આવી. મેં જ નક્કી કર્યુ હતું કે મારે સીએ બનવુ છે. સીએની ઇન્ટરમિડીયેટમાં અગાઉ સૃષ્ટિનો દસમો ક્રમ ઓલ ઇન્ડિયામાં આવ્યો હતો. તે સીએની તૈયારી માટે રોજના 10 થી 12 કલાક ફાળવતી. આર્ટીકલશિપના ત્રણ વર્ષ દરમિયાન પણ તેણે તૈયારી કરતી હતી. જેના કારણે આ સફળતા મળી છે.


આ પણ વાંચો : ચોમાસામાં ડાંગ ફરવા જવાનું પ્લાનિંગ હોય તો હાલ માંડી વાળજો, આ રસ્તાઓ બંધ છે 


મીત શાહ પહેલા ક્રમે
સીએ ફાઈનલના રિઝલ્ટમાં મુંબઈનો મીત શાહ ટોપર રહ્યો છે. મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય મીત શાહે નેશનલ લેવલ પર ટોપ કર્યુ છે. રિઝલ્ટ જાહેર થયા બાદ જ્યારે મીત શાહે પોતાનુ પરિણામ જોયુ તો તે ખુશીથી ઉછળી પડ્યો હતો. તેણે કહ્યુ કે, હુ માત્ર સારા રેન્કની આશા રાખી બેસ્યો હતો, પરંતુ નેશનલ લેવલ પર પહેલા રેન્ક પર આવીશ તેવુ વિચાર્યુ ન હતું. પરીક્ષા કેવી રીતે પાસ કરી તે વિશે મીત શાહે કહ્યુ કે, મેં બહુ જ મહેનત કરી હતી. રિઝલ્ટને જોઈને હુ ખુશ થયો છુ. મેં ક્યારેય અભ્યાસ કરવાનો બંધ કર્યો ન હતો. છ મહિનામાં તૈયારી કરવી સરળ ન હતી, પરંતુ હુ મહેનતથી સફળ થયો છું. 


આ પણ વાંચો : લગ્નના ત્રીજા જ મહિને યુગલનો આપઘાત, નવા ઘરમાં રહેવા ગયાના બીજા જ દિવસે ગળેફાંસો ખાઘો


પોતાના આગામી પ્લાન વિશે તે કહે છે કે, હુ કોર્પોરેટમાં જવા માંગુ છું. આ ઉપરાંત એડવાઈઝર કે સંસ્થામાં પણ સામેલ થઈ શકુ છું. હુ આ સિવાયના અનેક ઓપ્શન વિશે વિચારીશ. ઉલ્લેખનીય છે કે, તેના માતા હોમમેકર છે, પરંતુ તેના પિતા નથી. ખાલી સમયમાં તે સીએ ઉમેદવારોને અભ્યાસ માટેની સલાહ આપે છે. 


દેશને નવા 12,449 સીએ મળ્યાં 
ગ્રૂપમાં  A માં 66,575 કેન્ડિડેટ્સે પરીક્ષા આપી હતી, જેમાંથી 14,643 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. તો ગ્રૂપ B માં 63,253 ઉમેદવારોમાઁથી માત્ર 13,877 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. બંને ગ્રૂપમાં પાસ થયેલા 29,348 સ્ટુડન્ટ્સમાંથી 3,695 સ્ટુડન્ટ્સ CA બન્યા છે. કુલ મળીને 12,449 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દેશને મળ્યા છે.