ચેતન પટેલ/સુરત :‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’ ચીઠ્ઠીમાં આવુ લખીને સુરતના કતારગામના યુવકે ફાંસો ખાધો છે. મૂળ જામનગરના વતની 23 વર્ષીય યુવકની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. હાલ તે સીએનો અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ તેણે આ દરમિયાન જ પોતાના ઘરે પંખા સાથે શાલ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જામનગરના જીતેન્દ્ર અકબરી સુરતના કતારગામ વિસ્તારમાં રહે છે. તેમની શણ માંજવાની દુકાન છે. તેમના પરિવારમાં પત્ની, 23 વર્ષીય પુત્ર દીપ અને એક દીકરી છે. જેમાં દીપ અકબરી સીએના ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. જેણે ગત રોજ સાંજે પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી.  


આ પણ વાંચો : એશિયાની સૌથી મોટી હોસ્પિટલની કેન્ટીનમાં ફરી રહ્યાં છે ઉંદર, વીડિયો જોઈને આરોગ્ય મંત્રીને પણ હાર્ટ એટેક આવી જશે 


દીકરાને ગુમાવીને અકબરી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. દીપની એક મહિના પહેલા જ સગાઈ હતી. ત્યારે તેણે કયા કારણોસર આ અત્મહ્તાય કરી તે જાણી શકાયુ નથી. તેણે સ્યૂસાઈડ નોટમાં પણ આત્મહત્યાના કારણનો ઉલ્લેખ કર્યો નથી. કયા પ્રેશરમાં આવીને તેણે આવુ પગલુ ભર્યુ તે પરિવાર માટે પણ મોટો કોયડો છે. પોલીસે આ અંગેનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. 


સ્યૂસાઈડ નોટમાં શુ લખ્યું 
દીપે મરતા પહેલા છોડેલી સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા આ પગલા ભરવા પાછળ મારું મગજ અને વિચાર છે, આ પગલા માટે હું જવાબદાર છું, મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું અને મંગેતર માટે લખ્યું કે તું સારી રીતે જીવન જીવજે. હું હંમેશાં તારી સાથે જ છું.’