મોરબી: CAA ના સમર્થનમાં વિશાળ રેલી યોજાઇ, સ્વયંભૂ પાળ્યો બંધ
શાહીબાગ વિસ્તારમાં પોલીસ કઈ રીતે કામ કરી રહી છે અને દેશી દારૂનો બુટલેગર રમેશ પટણી કોના આશીર્વાદથી પોતાની દારૂની હાટડી ચલાવી રહ્યો છે, તેની પોલ ઝી 24 કલાકનાં સ્ટીંગ ઓપરેશનમાં ખુલી ગઈ છે. સુત્રોની માનીએ તો, બુટલેગર રમેશ પટણીનાં દારૂના અડ્ડા પર દરરોજ આશરે 2 હજાર લોકો દેશી દારૂ પીવા માટે આવે છે.
મોરબી, હિમાશું ભટ્ટ: મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી સંપૂર્ણ શાંતિમય રીતે નાગરિક સમિતિ દ્વારા સીએએના સમર્થનમાં રેલી કાઢવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા તાજેતરમાં જે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં મુકવામાં આવેલ છે તેના સમર્થનમાં રાજકીય આગેવાનો, હોદેદારો તેમજ મોરબી શહેર અને જીલ્લાના લોકો સ્વયંભુ રીતે જોડાયા છે અને શહેરના માર્કેટ યાર્ડથી લઈને સામાકાંઠે આવેલા માહારના પ્રતાપ સર્કલ સુધી વિશાળ રેલી યોજાઈ હતી ત્યારે મોરબીમાં દેશપ્રેમનો નજરો જોવા મળ્યો હતો.
ભારત સરકારે પડોશી દેશોના લઘુમતી સમુદાય માટે નાગરિકતા સુધારણા કાયદો અમલમાં મુક્યો છે જેથી ભારતના આત્માને જ પ્રખરતાથી પ્રગટ કર્યો છે. વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદે શિકાગોના તેના ઐતિહાસિક ભાષણમાં કહેલું કે મને ગૌરવ છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું. જેને જુલમનો ભોગ બનેલા તથા નિરાશ થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. આજે ભારતે પડોશી દેશોના શરણાર્થી અલ્પસંખ્યકો હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન અને ઈસાઈને નાગરિકતા આપતો કાયદો બનાવી ભારતીયતાના પુનર્જાગરણનો પરિચય આપ્યો છે.
જો કે, પડોશી દેશના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપતા આ કાયદા માટે ભ્રમ ફેલાવીને તેમજ દેશના મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે તેવી લાગણી ઘણા આગેવાનોએ વ્યક્ત કરી હતી, અને દેશમાં લાગુ કરવામાં આવેલ નાગરિક સંશોધન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે આ બિલથી દેશના રહેતા નાગરિકોને કોઈ નુકશાન નથી તેવું દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી દ્વારા અત્યાર સુધીમાં એક નહિ પ્રનાતું અનેક વખત કહી દેવામાં આવ્યું છે.
જો કે, દેશના છેવાડાના નાગરીકને પણ આ કાયદા વિષે સમજ મળે તેના માટે થઈને હાલમાં ગામોગામ રેલી યોજવામાં આવી રહી છે હાલમાં નાગરિક સંશોધન કાયદો અમલમાં મુકવામાં આવેલ છે તે રાષ્ટ્રના દરેક નાગરિક માટે લાભદાયી છે અને તેમાં રાષ્ટ્રહિત સમાયેલું છે. માટે ગામોગામ સંવિધાન બચાવો મંચના નેજા હેઠળ કેન્દ્ર સરકારે અમલમાં મુકેલ કાયદાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે અને આ કાયદાનું સમર્થન કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube