Cabinet Briefing: ગુજરાત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ભારત સરકારે દેશમાં વધુ એક સેમીકંડક્ટર યુનિટને મંજૂરી આપી છે. આ પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશની પ્રથમ સેમીકંડક્ટર ચિપ  (Semiconductor Chip)વર્ષ 2025ના મધ્યમાં બનવા લાગશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠક દરમિયાન સેમીકંડક્ટર યુનિટને મંજૂરી મળી છે. આ પ્લાન્ટ કાયનેસ સેમીકોન દ્વારા લગાવવામાં આવશે. તેને ભારતમાં સેમીકંડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયનેસ સેમીકોન કરશે 3300 કરોડનું રોકાણ
સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કાયનેસ સેમીકોન આ સેમીકંડક્ટર પ્લાન્ટ પર લગભગ 3300 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીનો દાવો છે કે તે પોતાના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ બનાવી શકશે. આ પ્લાન્ટમાં બનનાર ચિપ ઈન્ડસ્ટ્રીયલ, ઓટો સેક્ટર, ઈલેક્ટ્રિક વ્હીકલ, કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ, મોબાઈલ ફોન સહિત ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાશે. ભારત સરકારે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિકાસ માટે પ્રોગ્રામ 21 ડિસેમ્બર, 2021ના શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ લગભગ 76000 કરોડ રૂપિયાનો છે.


આ પણ વાંચોઃ હજુ ખતરો ટળ્યો નથી, આગામી પાંચ દિવસ આ જિલ્લામાં એલર્ટ, જાણો તારીખો સાથે નવી આગાહી


ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને સીજી પાવર પણ લગાવી રહ્યાં છે સેમીકંડક્ટર યુનિટ
કેન્દ્ર સરકારે જૂન, 2023માં ગુજરાતના સાણંદમાં સેમીકંડક્ટર યુનિટ સ્થાપિત કરવાના પ્રથમ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં ત્રણ વધુ સેમીકંડક્ટર યુનિટને મંજૂરી મળી હતી. તેમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરા અને અસમના મોરીગાંમાં એક સેમીકંડક્ટર યુનિટ લગાવી રહ્યું છે. તાજેતરમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સે પોતાના પ્લાન્ટનો ભૂમિ પૂજન કાર્યક્રમ રાખ્યો હતો. આ સિવાય સીજી પાવર પણ ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર યુનિટ લગાવી રહ્યું છે. તેનો દાવો છે કે તે 2025માં પોતાનું પ્રોડક્શન શરૂ કરી દેશે.


સેમીકંડક્ટર સેક્ટરમાં 1.5 લાખ કરોડના રોકાણથી ઉભી થશે લાખો નોકરીઓ
આ સેમીકંડક્ટર યુનિટના કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ બધા યુનિટ લગભગ 1.5 કરોડ રૂપિયાનું રોકાણ સેમીકંડક્ટર સેક્ટરમાં કરવાના છે. તેની કુલ પ્રોડક્શન ક્ષમતા લગભગ 7 કરોડ ચિપ દરરોજની છે. આ સિવાય સેમીકંડક્ટર યુનિટથી લાખો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નોકરીઓ ઉભી થશે.