જૂનાગઢ કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું, જયેશ લાડાણી સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા
રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ પણ ભાજપનું ભરતી અભિયાન બંધ નથી થયું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને જવાબદારી સોંપી છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં મોટું ગાબડું પડ્યું છે.
બ્રિજેશ દોશી, અમદાવાદ: રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ પણ ભાજપનું ભરતી અભિયાન બંધ નથી થયું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને જવાબદારી સોંપી છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં મોટું ગાબડું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી હારેલા અને જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન જયેશ લાડાણી સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે.