સુરતીલાલાઓને મળી ઓનોખી ભેટ, કેબલ બ્રિજને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મુક્યો
ગુજરાતના પ્રથમ ટુ વે કેબલ સ્ટેઈડ બ્રિજનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન
સુરતઃ આખરે 8 વર્ષના લાંબા સમય બાદ સુરતની તાપી નદી પર બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. 144 કરોડના ખર્ચે બનેલા બ્રિજથી સુરતના અડાજણ-પાલ અને અઠવાલાઇન્સ વિસ્તારના લોકોને ખાસ ફાયદો થશે.
કેબલ સ્ટેઇડ કેબલ બ્રિજની ખાસિયતની વાત કરીએ તો બ્રિજ પાછળ રૂ. 144 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.. તેની કુલ લંબાઈ 918.21 મીટર છે. ચાર લેન અને ટુ-વે તરફનો બ્રિજ છે. બ્રિજ માટે 88 ટન વજનના 1,632 કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજની બંને તરફ બે-બે મીટરની ફુટપાથ રાખવામાં આવી છે. બે મુખ્ય પીલર 150 મીટર લાંબો સ્પાન છે. 8500 ઘનમીટરથી કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 65 હજારથી વધુ સિમેન્ટની બેગ વાપરવામાં આવી છે. 2000 ટન સ્ટ્રકચરલ સ્ટીલનો વપરાશ થયો છે. તો બ્રિજની બંને તરફ 115 ફુટ ઉંચા બે પાઇલોન છે.. સ્ટેસીંગ માટે વધારાના 102 કેબલનો ઉપયોગ કરાયો છે.
[[{"fid":"184557","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat.","field_file_image_title_text[und][0][value]":"Surat."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat.","field_file_image_title_text[und][0][value]":"Surat."}},"link_text":false,"attributes":{"alt":"Surat.","title":"Surat.","class":"media-element file-default","data-delta":"1"}}]]
સુરતનો કેબલ બ્રિજ ભાવનગર અને ભરૂચમાં બનેલો કેબલ બ્રિજની ઘણી બધી બાબતો અલગ છે, નર્મદા નદી પર બનાવાયેલા કેબલ સ્ટેઇડ બ્રિજને એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જ્યારે સુરતના બ્રિજમાં 100 ટકા લોડ કેબલ પર જ હશે. અડાજણ અને અઠવા વિસ્તારમાં બની રહેલો બ્રિજ ભરૂચમાં બની રહેલા બ્રિજ કરતા અલગ છે.