Rajiv Modi Sexual Harassments Case : કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ઘુંટાતું જઈ રહી છે. કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતીના ગુમ થવાનું રહસ્ય સામે આવ્યું છે. આ યુવતી ક્યા છે તે પોલીસને હજી સુધી ખબર નથી. ડરના માર્યે બલ્ગેરિયન યુવતી છુપાઈ છે. જોકે, બલ્ગેરિયન યુવતી વતન ચાલી ગયાનો અમદાવાદ સીપીનો દાવો છે. જો કે, પીડિતાએ વીડિયો જાહેર કરી સલામત સ્થળે હોવાનો દાવો કર્યો છે. યુવતી પોતે જ અસલામતી અનુભવી રહી છે, તેથી પોલીસને પણ પોતાનું સરનામું નથી જણાવી રહી. તો બીજી તરફ, કેડિલાના CMD રાજીવ મોદી પોલીસ પકડથી હજુ પણ દૂર છે. તે વિદેશમાં છુપાયા હોવાની ચર્ચા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીના ગુમ થવા અંગે વકીલે પોલીસને જાણ કરી 
બલ્ગેરીયન યુવતીના ગુમ થવા અંગે વકીલે જોઇન્ટ પોલીસ કમિશનરથી માંડીને ગ્રામ્ય એસપીને આ મામલે જાણ કરી હતી. વકીલે કહ્યું હતું કે, ગત 24 જાન્યુઆરી બાદથી યુવતી સાથે સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઇમેઇલમાં એટેચ કરાયું છે. કેટલાક લોકો તેને મારવાની કોશિશ કરતા હોવાની દહેશત યુવતીએ વકીલ સમક્ષ વ્યક્ત કરી છે. મહત્ત્વની વાત એ છે કે એડવોકેટે દુષ્કર્મ કેસમાં જે સાક્ષીઓનાં નામ પોલીસને આપ્યાં હતાં તેમાંથી એક સાક્ષીનું તાજેતરમાં જ UKમાં શંકાસ્પદ મૃત્યુ થયું છે. હદને લઇને પ્રશ્ન સર્જાતા પોલીસ અધિકારીઓને ઇ-મેઇલથી જાણ કરાઇ છે. 


ઓલિમ્પિક માટે અમદાવાદની આ કરોડોની જમીન પર પડી સરકારની નજર, ખાલી કરાવવા મોકલી નોટિસ


યુવતીએ વીડિયો જાહેર કર્યો
કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી સામે ફરિયાદ મામલે પીડિત યુવતીના ગુમ થવાનું રહસ્ય ધેરાયું છે. બલ્ગેરિયન યુવતી તેના વતન ચાલી ગઈ હોવાનું CP નું નિવેદન છે. પરંતું પીડિતાના વકીલનો દાવો છે કે, યુવતી ભારતમાં જ છે. પીડિતાએ એક વીડિયો જાહેર કરી સલામત સ્થળે હોવાની પૃષ્ટિ કરી છે. પોલીસ અને યુવતીના વિરોધાભાષી નિવેદનથી રહસ્ય વધુ ધેરાયું છે. યુવતીને જ પોલીસનો ડર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગભરાયેલી યુવતી સામે આવી નથી રહી. તો બીજી તરફ, કેડિલાના CMD રાજીવ મોદી હજુ પોલીસ પકડથી દૂર છે. વિદેશી યુવતીના આ કેસમાં SIT તપાસ કરી રહી છે. 


બચી દીકરી, નહિ તો ગ્રીષ્માવાળી થાત! સુરતમાં યુવકે યુવતીના ગળા પર ચાકુથી હુમલો કર્યો


પોલીસે ફરિયાદ લેવામાં પણ ગલ્લા-તલ્લા કર્યા હતા 
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.



તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.


ગુજરાતમાં ખાખીના વેશમાં લૂંટારા : અમદાવાદના એક PSI એ એક કરોડ લઈ બુટલેગરને જવા દીધો