Rajiv Modi Sexual Harassments Case : કેડિલાના સીએમડી રાજીવ ગાંધીની બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમ મુશ્કેલીઓ વધી રહી છે. તો બીજી તરફ રાજીવ મોદી સામે બીજી મોટી મુશ્કેલી પેદા થઈ છે. કેડિલાના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર છૂટા કરાતા વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મુદ્દો
લેબર કોર્ટમાં રાજીવ મોદી સામે વધુ એક અરજી થઈ છે. કેડીલાના કર્મચારીઓને નોટિસ વિના છુટા કરવા મુદ્દે આ અરજી કરાઈ છે. કંપનીના 100થી વધુ કર્મચારીઓને નોટિસ વિના છુટા કરી દેવામાં આવ્યા છે. જેથી આ સમગ્ર વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે. લેબર કોર્ટમાં થયેલી  અરજી પર આગામી દિવસમાં સુનાવણી થશે.


કેડિલાના ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી, ચાલુ કાર્યક્રમમાં લથડીને પડી ગયા


દુષ્કર્મ કેસમાં અપડેટ
કેડીલાના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મના આક્ષેપ પર સેશન્સ કોર્ટ ચુકાદા પર મુદત પડી છે. પોલીસે કોર્ટમાં કરેલા એ-સમરી રિપોર્ટ મુદે આગામી દિવસમાં કોર્ટ ચુકાદો આપશે. એ-સમરી રિપોર્ટ પોલીસે ખોટી રીતે ભર્યો હોવાની પીડીતાની રજૂઆત છે. પોલીસે કરેલા એ-સમરી રિપોર્ટ રદ્દ કરવા પીડિતાએ કોર્ટમાં અરજી કરી છે. દુષ્કર્મના આક્ષેપ મુદે 24 મે એ કોર્ટ દ્વારા ચુકાદો અપાશે. 


રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ 
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


બલ્ગેરિયન યુવતી રેપ કેસમાં નવું નામ આવ્યું, ફરિયાદ ન કરવા કહેનાર રિટાયર્ડ DG કોણ


કેડીલા ફાર્મહાઉસમાં દુષ્કર્મ
ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.



તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.


રાજીવ મોદી કેસમાં નવો વળાંક : બલ્ગેરિયન યુવતીએ સામે આવીને કહ્યું, આ કેસ હજી પૂરો નથી