Cadila Pharma CMD: PA તરીકે નોકરી કરવા માંગતી હોય તો કોઈ છોછ હોવો ન જોઈએ, `તું તો એકદમ શરમાળ છે`
Cadila Pharma CMD: બલ્ગેરિયાની એક યુવતીને રાજીવ મોદીએ ફ્લાઈટ એટેન્ડન્ટ અને પછી અંગત સચિવ તરીકે રાખી હતી. આ યુવતી સાથે રાજીવ મોદીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ને પગલે ગુજરાતી બિઝનેસમેનોની લાંબીમાં ખળભળાટ મચ્યો છે. પોલીસે સહારો ના આપતાં હવે યુવતી હાઈકોર્ટમાં પહોંચી છે. જેને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
Cadila Pharma CMD: 200 કરોડમાં છૂટાછેડા લેનારા કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના સીએમડી રાજીવ મોદી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. પત્નીએ રાજીવ મોદી પર મોટા આક્ષેપો મૂકી પોલીસ સ્ટેશનના દરવાજે પહોંચી હતી. જે ગુજરાતના સૌથી મોટા છૂટાછેડાનો આ કેસ છે. હવે કેડિલા ફાર્માના આ સીએમડી પર એમની પીએએ જાતિય સતામણી કરી હોવાના આક્ષેપો થયા છે. બલ્ગેરિયાની એક યુવતીને રાજીવ મોદીએ ફ્લાઈટ એટેન્ડન્ટ અને પછી અંગત સચિવ તરીકે રાખી હતી. આ યુવતી સાથે રાજીવ મોદીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ને પગલે ગુજરાતી બિઝનેસમેનોની લાંબીમાં ખળભળાટ મચ્યો છે. પોલીસે સહારો ના આપતાં હવે યુવતી હાઈકોર્ટમાં પહોંચી છે. જેને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ગુજરાતની અમદાવાદની પોલીસ જાણે રાજીવ મોદીનો હાથો બની હોય તેવા આરોપો આ ફરિયાદમાં છે.
મહિલા આરક્ષણ અને મહિલા સુરક્ષાની વાતો કરતી ગુજરાતની પોલીસ
બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં પહોંચી રાજીવ મોદી, જોન્સન મેથ્યૂ સામે જાતીય સતામણી, દુષ્કર્મ સહિતના ગુના નોંધવા, વસ્ત્રાપુર પોલીસની વર્તણૂંક બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરાવવાની માગ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. જેના પર ચોથી ડિસેમ્બરે સુનાવણી યોજાવાની સંભાવના છે. હવે ગુજરાતમાં સવાલો એ ઉઠી રહ્યાં છે કે પોલીસ ક્યારથી જાતિય સતામણીના કેસમાં સમાધાન કરાવવા લાગી. મહિલા આરક્ષણ અને મહિલા સુરક્ષાની વાતો કરતી ગુજરાતની પોલીસ સામે આ કેસમાં ગંભીર પ્રકારના સીધા આક્ષેપો છે.
એકદમ શરમાળ છે અને ખુબ જ વાચાળ થવું જોઈએ
યુવતીના વકીલે આ મામલે પોલીસ અને સીએમડી રાજીવ મોદીની પોલ ખોલી દીધી છે. જેમને ગંભીર આક્ષેપો કર્યા છે. બલ્ગેરિયાની 27 વર્ષની યુવતી એમ્પ્લોઈ તરીકે 24મી નવેમ્બર 2022ના રોજ જોડાઈ હતી. કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપની દ્વારા છારોડી ખાતે રહેવાની વ્યવસ્થા કરી હતી. જે કેડીલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના સીએમડી રાજીવ મોદીના ઘરની બાજુમાં રહેતી હતી. તા.21મી ફેબ્રુઆરી 2023ના રોજ કંપનીના મેનેજરનો યુવતી પર આવ્યો હતો અને કહ્યુ કે, સીએમડી સાથે ઉદેપુર જવાનું છે. ઉદેપુરથી પરત ફરતા સીએમડીએ યુવતી પર જાતીય ટિપ્પણી કરીને કહ્યું કે, એકદમ શરમાળ છે અને ખુબ જ વાચાળ થવું જોઈએ. આ પછી તા.23મી ફેબ્રુઆરી 2023ના રોજ સીએમડી સાથે જમ્મુ ગઈ હતી. જ્યાં સીએમડીએ યુવતીને કહ્યુ કે, પી.એ. તરીકે નોકરી કરવા માંગતી હોય તો કોઈ છોછ હોવો ન જોઈએ. ફરિયાદમાં આરોપો છે કે કેડિલાના સીએમડી આટલેથી પણ ન અટકયા હતા અને પોતાના રંગીન મિજાજનો પરચો આપ્યો હતો.
યુવતીએ એફિડેવિટની સાથે 28 દસ્તાવેજો રજૂ કર્યા
તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે. આ પ્રકરાણમાં ભોગ બનેલ યુવતીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેડીલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે ફરિયાદ કરી હતી. જેમાં ભોગ બનેલી યુવતીએ એફિડેવિટની સાથે 28 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજો કયા છે એની વિગતો તો બહાર આવી નથી પણ આ દસ્તાવેજો સાચા ઠર્યા તો પોલીસ પણ ભરાશે.
ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશયલ ક્રિમિનલ રિટ અરજી કરીને દાદ માંગી
કોર્ટમાં યુવતીએ ACP હિમલા જોષી પર કેટલાક કાગળો પર સહી કરાવી લેવાનો આક્ષેપ કર્યો હતો પણ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. યુવતીએ આ કેસમાં એડવોકેટ રાજેશ મિશ્રા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશયલ ક્રિમિનલ રિટ અરજી કરીને દાદ માંગી હતી, કે વસ્ત્રાપુર પોલીસ મથકમાં મારી પાસે ધાક ધમકી આપીને એફિડેવિટ કરાવવામાં આવી છે. જેથી તાકીદે વસ્ત્રાપુર પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ કબજે કરવા જોઈએ.
યુવતીએ મૂકેલા આરોપો પણ ગંભીર
યુવતીએ હાઈકોર્ટમાં કરેલી ફરિયાદમાં દાદમાગી છે કે, મહિલા પોલીસ મથકમાં કરેલી ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવી અને યોગ્ય તપાસ કરાવી જોઈએ. જેના આધારે કોર્ટે સરકારને નોટિસ કાઢીને આગામી 4થી ડિસેમ્બરના રોજ સુનાવણી માટે રાખી છે. આ કેસમાં મહિલા ક્રાઈમબ્રાંચના એસીપી અને સોલા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ પોતાનો બચાવ કરી રહ્યાં છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરી છે પણ યુવતીએ મૂકેલા આરોપો પણ ગંભીર છે. જો આ સાચું ઠર્યું તો પોલીસ પણ આરોપોના કઠેડામાં આવી જશે. હવે પોલીસે આ કેસમાં પોતાનો બચાવ કરવો પડશે. બલ્ગેરિયન યુવતીએ આ કેસમાં કેડિલા ફાર્માના એમડીને પણ સંડોવતાં હવે આ પ્રકરણમાં હાઈકોર્ટ પણ તથ્યોને આધારે આગળની કાર્યવાહી કરશે.