Surat News : સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર પોલીસે રેડ કરી 11 આરોપીની ધરપકડ કરી છે. કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી શકીલ ધાનીવાલા હોવાનું બહાર આવ્યું છે. જે કોલ સેન્ટર ચલાવતો હતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ચોકબજાર પોલીસ એ બાતમીના આધારે સિંગણપોર કોઝવે રોડ સ્લીવર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલા ઓફિસમાં ચાલતા કોલ સેન્ટરમાં રેડ પાડી હતી. કોલ સેન્ટરના સંચાલક શકીલ વલી મંહમદ ઘાનીવાલા, દિપીકા નવલ પટેલ તેમજ કોલ સેન્ટરમાં કામ કરતા કૌશીક હરેશ પંડ્યા, નિરજકુમાર સુરેશ પટેલ, રાહુલ દાનજી વાઢે૨, યાસ્મીન સમત જમાદાર વિશ્વા હરીવદન મૌસુરીયા, આરતી યશ ગુજ્જર, પ્રીતી બીજય સિંગની ધરપકડ કરાઈ છે. 


100 કરોડનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગી ગયું, લેણદારોને રડવાનો વારો આવ્યો


આરોપીઓ ગ્રાહકોને ડેટા ઍન્ટ્રીને લાગતા કામમાં ૯૦ ટકાથી ઉપર આવે તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરે છે અને ૯૦ ટકાથી ઓછું કામ થાય તો કોન્ટ્રાકટ ભંગ બદલ પેનલ્ટી વસુલાત કરે છે. આ રીતને કોન્ટ્રાકટ કર્યા બાદ ટોળકી ગ્રાહકોના ડેટા ઍન્ટ્રીનું કામ પહેલેથી જ ૮ ૦થી ૮૫ ટકા થાય તે રીતનું ગોઠવણ કરે છે. ત્યારબાદ ગ્રાહકોને કોન્ટ્રાક્ટ ભંગ અંગે પોલીસ કે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પેનેલ્ટી પેટે રૂપિયા ૬૫૦૦ની વસુલાત કરે છે. 


આ રીતે કોલસેન્ટર ચલાવતા હતા પોલીસે ટોળકીની ધરપકડ કરી છે. જ્યારે વકીલ તરીકે વાત કરનાર નીસા નામની યુવતીને વોન્ટેડ બતાવી છે. તેની હાલ શોધખોળ ચાલી રહી છે.