વડોદરા : એપાર્ટમેન્ટમાં નાની બાળકીને રમવા માટે બોલાવી અને અડપલા કર્યા
શહેરના મકરપુરા વિસ્તારમા એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકેની નોકરી કરતા શખ્સે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી ત્રણ માસુમ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. મકરપુરા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રજનીકાંત મહતો રહે છે. ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. રજનીકાંતને લગ્નના 15 વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો. જેથી બાળકને એપાર્ટમેન્ટમાં રહેતી નાના બાળકીઓ રમાડવા જતી. તે દરમિયાન વિકૃત માનસિકતા ધરાવતો રજનીકાંત બાળકીઓને શારીરિક અડપલા કરતો હતો.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમા એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકેની નોકરી કરતા શખ્સે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી ત્રણ માસુમ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. મકરપુરા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રજનીકાંત મહતો રહે છે. ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. રજનીકાંતને લગ્નના 15 વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો. જેથી બાળકને એપાર્ટમેન્ટમાં રહેતી નાના બાળકીઓ રમાડવા જતી. તે દરમિયાન વિકૃત માનસિકતા ધરાવતો રજનીકાંત બાળકીઓને શારીરિક અડપલા કરતો હતો.
રાજકોટ : પોશ એરિયાના સ્પામા ચાલતો હતો દેહનો ધંધો, આલિશાન રૂમમાં થતી રંગરેલિયા
જેથી બાળકીઓ ખૂબ જ ભયભીત રહેતી હતી. એક બાળકીને તેની ટ્યુશન શિક્ષક ગુડ ટચ બેડ ટચ ની સમજ આપી રહી હતી તે દરમિયાન બાળકી રડી પડી અને તેને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. જેથી શિક્ષકે બાળકીના માતા પિતાને જાણ કરી. જેથી તેમને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. પોલીસે નવા કાયદા મુજબ દુષ્કર્મ સમક્ષક કલમ અને પોસ્કો કલમ હેઠળ આરોપી રજનીકાંત મહતો સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે.
પેટાચૂંટણી માટે કોંગ્રેસે 8 બેઠક માટે ફાઈનલ કર્યાં 18 નામ, જાણો કોને લાગશે લોટરી?
આરોપી રજનીકાંતને પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લાવી ત્યારે તેનો 10 વર્ષ જૂનો પારિવારિક મિત્ર તેને છોડાવવા પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. આરોપી નિર્દોષ હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી. પરંતુ આરોપીએ જે મિત્ર તેને છોડાવવા આવ્યો હતો તેની બે નાની બાળકીઓ સાથે પણ શારીરિક અડપલાં કર્યા હોવાનું પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો. જેથી મિત્રના પગ નીચેથી જમીન સરખી ગઈ. ભોગ બનનાર બાળકીના પિતાએ આરોપીને ઉમ્ર કેદ અથવા ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube