અરવલ્લીમાં પુરષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર, હાર્દિક પટેલ પર કર્યા પ્રહારો
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ચૂંટણી સભાઓ પણ ચાલુ કરી દઈ ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધો છે. ત્યારે સાબરકાંઠા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડના પ્રચાર માટે રાજ્યના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલાએ જિલ્લાના બાયડ એપીએમસી ખાતે આજે જાહેર સભા સંબોધી હતી.
સમીર બલોચ/અરવલ્લી: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ચૂંટણી સભાઓ પણ ચાલુ કરી દઈ ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધો છે. ત્યારે સાબરકાંઠા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડના પ્રચાર માટે રાજ્યના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલાએ જિલ્લાના બાયડ એપીએમસી ખાતે આજે જાહેર સભા સંબોધી હતી.
મતદારોને ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરી ફિર એક બાર મોદી સરકાર લાવવા અપીલ કરી હતી. આ સભામાં બોલતા રૂપાલાએ જણાવ્યું હતું કે, હાર્દિકે પાટીદાર આંદોલન કર્યું ત્યારથી તે કોંગ્રેસની બી ટીમ છે. હાલ હાર્દિક પર કોંગ્રેસની છાપ લાગી છે. પહેલા સમાજ માટે કરેલ બધી વાત પોકળ થઇ છે.
લોકસભા-2019 બારડોલી બેઠકઃ કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો દબદબો
જ્યારે અલ્પેશ ઠાકોર મુદ્દે પણ રૂપાલાએ નિવેદન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી શકતી નથી.પાર્ટી છોડે એટલે તેના વિષે અપમાનજક શબ્દો ન વાપરવા જોઈએ આ સભામાં એનસીપી માંથી 3 ટર્મ નગર પાલિકા કોર્પોરેટર રહી ચૂકેલા પટેલ મહેશભાઈ ભાજપમાં જોડાયા હતા અને કેસરિયો ધારણ કર્યો હતો.