આણંદ : ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનુ સંકેલવા માટે આરઆર સેલનો એક કોન્સ્ટેબલ લાખો રૂપિયાની લાંચ લેતા એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી લેવાયો હતો. ખંભાતના ખાતર કૌભાંડમાં નામ દાખલ નહી કરવા માટે 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખરે 50 લાખમાં સોદો નક્કી થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્ય વ્યાપી કૌભાંડને પર્દાફાશ કરવાની શેખી મારતા આરઆરસેલનો એક કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઉલ એસબીના છટકામાં 50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં વગર લાયસન્સે પ્રાણીઓની સારવાર માટેની દવા બનાવતી કંપનીમાં ફુડ એન્ડ ડ્રગ્સનો દરોડો

આરોપી પકડાતા તેને મોકલનારા ઉચ્ચ અધિકારીઓને પરસેવો વળવા લાગ્યો છે. ખંભાત જીઆઇડીસીમાં આર.આર સેલ સ્કવોર્ડ દ્વારા એક ગોડાઉનમાં દોરડો પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહવામાં આવેલો ખાતરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. ખેડૂતોના વિતરણ માટે અપાયેલો આ જથ્થો કાળાબજાર કરવા માટે કંપનીનું નામ બદલીને ઉંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જો કે આરોપી પકડાયા નહોતા. આ પ્રકરણમાં આરોપી તરીકે નામ દાખલ નહી કરવા માટે ગોડાઉન માલિક સાથે તડજોડ ચાલી રહી હતી.


મોરબી જિલ્લો ચોર માટે સ્વર્ગ: ગણત્રીના સમયમાં 3 મંદિરોને નિશાન બનાવાતા ચકચાર

જેના પગલે ગોડાઉન માલિક પાસે નામ દાખલ નહી કરવા માટે 60 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જે લાંબી રકઝક બાદ 50 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. 31/12/2020 ના રોજ બપોરે 2 વાગ્યે નક્કી કરેલી રકમ આપવાનો વાયદો હતો. જેથી ગોડાઉન માલિકે એસીબીમાં ફરિયાદ કરી. એસીબીએ છટકુ ગોઠવીને 50 લાખ રૂપિયાની લાંચ લેતા કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લીધો હતો. આ છટકું આણંદના વિદ્યાનગર રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટ ખાતે ગોઠવાયું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube