GSRTC ની આ બસો બની શકે છે કોરોના સુપર સ્પ્રેડર? સરકાર પોતાનાં જ નિયમો તોડે છે !
રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. મહાનગરો કોરોનાના બીજા વેવમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. નિષ્ણાંતો દ્વારા સતત ખુલ્લી જગ્યામાં રહેવા અને એસી અને બંધિયાર જગ્યાઓથી તો દુર જ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેવામાં સરકાર જ પોતાનાં નિયમોનું પાલન ન કરી રહી હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. મહાનગરો કોરોનાના બીજા વેવમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. નિષ્ણાંતો દ્વારા સતત ખુલ્લી જગ્યામાં રહેવા અને એસી અને બંધિયાર જગ્યાઓથી તો દુર જ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેવામાં સરકાર જ પોતાનાં નિયમોનું પાલન ન કરી રહી હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે.
હાલમાં મહાનગરોમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટ સેવા બંધ થઇ ચુકી છે. જ્યારે એસટી બસો 50 ટકા કેપિસિટી સાથે ચાલે છે. તેવામાં એસી લક્ઝરી પણ ચલાવવામાં આવી રહી છે. તો શું આ બસ કોરોના હોટસ્પોટ સાબિત નહી થાય તે સૌથી મોટો સવાલ છે. તે ઉપરાંત આ બસોનાં ભાડા એટલા વધારે છે કે સામાન્ય દિવસોમાં પણ તે 50 ટકા ક્ષમતા સાથે જ ચાલતી હોય છે. તેવામાં હાલમાં તો આ બસમાં એકલ દોકલ પેસેન્જર હોય છે. તેવામાં આ બસમાં જો કોઇ કોરોના પોઝિટિવ વ્યક્તિ આ બસમાં બેસે તો તે સુપર સ્પ્રેડર સાબિત થઇ શકે છે.
આ ઉપરાંત હવે થર્મલ સ્ક્રિનિગ પણ માત્ર દેખાવ પુરતું જ થાય છે. એસસી સ્ટેન્ડ પર મોટેભાગે કોઇ પ્રકારનાં નિયમનું પાલન થતું નથી. તેવામાં આ બસો સુપર સ્પ્રેડર સાબિત થાય છે. એસટીની કુલ 182 ટ્રીપ પૈકી માત્ર 80 ટ્રીપ જ ચાલી રહી છે. આ ટ્રીપમાં પણ મુસાફરો ખુબ જ જુજ હોય છે. આ ઉપરાંત વોલ્વો બસનાં અનેક ડ્રાઇવર પણ કોરોના સંક્રમિત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube