ઝી મીડિયા/બ્યૂરો :કેનેડા ગયેલો ગાંધીનગરના કલોલનો એક ગુજરાતી પરિવાર લાપત્તા છે, ત્યારે આશંકા છે કે તે પરિવારનું ઠંડીમાં ઠુંઠવાઈ જવાને લીધે મોત થયું છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 12 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્ર અને પુત્રી એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો હતો, પરંતુ છેલ્લા પાંચેક દિવસથી તેમનો કોઇ સંપર્ક ન થઇ રહ્યો હોવાનું ગ્રામજનોએ જાણાવ્યું છે. બીજીતરફ અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આવતા જ ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અને હવે એવી ખબર સામે આવી છે કે આરોપી સ્ટીવ શેન્ડને અમેરિકાએ છોડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં 4 ભારતીયોના મોતનો આરોપી છૂટ્યો છે. એજન્ટ સ્ટીવ બોન્ડ વગર જ જેલમાંથી છૂટી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સ્ટીવ શેન્ડને શરતો સાથે છોડી મૂકવામાં આવ્યો. સ્ટીવ કેટલાય લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસડતો હતો. ઉલ્લેખનીય છે કે, કેનેડા-અમેરિકા બોર્ડર પર ગુજરાતીઓના મોતની આશંકા છે. ઠંડીમાં ઠુંઠવાઈ જવાને લીધે બાળક સહિત 4નાં મોત થયા છે. 


આ પણ વાંચો : સવજી ધોળકિયાએ કહ્યું, પદ્મશ્રીનો એવોર્ડ મળતા મારી જવાબદારી વધી ગઈ છે, હજુ વધુ કામો કરવા છે


અમેરિકામાં 4 ગુજરાતીના શંકાસ્પદ મોત પર હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ કે, માહિતી મળતા જ કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છીએ. આ બાબતે કોઈ ક્ષતિ નહીં છોડવામાં આવે. કેનેડા બોર્ડર પર 4 ભારતીયોના મોત થયા છે. મૃતક પરિવાર કલોલના ડિંગુચા ગામનો હોવાની આશંકા છે. 


સાથે જ દેશમાં રોજગારીની પૂરતી તકો ન હોવાની વાત અંગે નીતિન પટેલના નિવેદન પર ગૃહ રાજ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અહીં રોજગારના અવસર ઓછા છે. નીતિન પટેલે કહ્યું હતું કે યુવાનોએ વિદેશ જવું પડે છે. પરંતુ ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત સૌથી વધુ રોજગારી આપે છે. ગુજરાતમાં યુવાનોને સૌથી વધુ તક મળે છે. બહારથી પણ લોકો રોજગારી માટે ગુજરાત આવે છે.