અસંખ્ય ગુજરાતીઓ કેનેડાથી ડિપોર્ટ કરી દેવાશે, સરકાર લેવા જઈ રહી છે મોટું એક્શન
Fake admission letter scandal : કેનેડાની કોલેજ અથવા યુનિવર્સિટીના જે એક્સેપ્ટન્સ લેટર પર વિઝા મળ્યા હતા તે ફેક હોવાનું બહાર આવ્યું છે. જેમાં ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે... કેનેડા સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે
Canada News : ભારત અને કેનેડાના સંબંધો વણસતા હવે કેનેડા આકરા પાણીએ આવી ગયું છે. તેથી તે ભારત વિરોધી નિર્ણયો લઈ રહ્યું છે. આ નિર્ણયથી કેનેડામાં વરતા ભારતીયોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં જ સામે આવ્યું કે, સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા એક્સેપ્ટન્સ લેટર બનાવટી હતી. જો આ બાબતે ગંભીર પગલા લેવામાં આવ્યા તો કેનેડા 7000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને બનાવટી સ્વીકૃતિ લેટર માટે ભારત ડિપોર્ટ કરી દેશે. જો આવું થયું તો કેનેડામાં વસતા ગુજરાતીઓને મોટું ટેન્શન છે. કારણ કે, મોટાભાગના ફેક એક્સેપ્ટન્સ લેટર ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓના હોવાનું કહેવાય છે.
કેનેડાના ટોચના ઈમિગ્રેશન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓનું સ્વીકૃતિ પત્ર બોગસ હોવાનું સાબિત થશે તો તેમના એડમિશન કેન્સલ કરી દેવાશે. આવામાં કેનેડા અને ભારત વચ્ચે વણસેલા સંબંધોને કારણે કેનેડા હાલ કોઈ પણ નિર્ણયો લઈ શકે છે.
એક્સેપ્ટન્સ લેટર શું છે
વિઝા માટેની પ્રોસેસ દરમિયાન કેનેડાની યુનિવર્સિટી તરફથી લેટર ઓફ એક્સેપ્ટન્સ માંગવામાં આવે છે. વાસ્તવમાં આ લેટર યુનિવર્સિટીમાંથી નહિ, પરંતું વિઝા કન્સલટન્ટ તરફથી જ બનાવતી બનાવીને આપવામાં આવે છે. કેનેડા સરકારે કરેલી તપાસમાં મોટો ખુલાસો થયો કે, લગભગ 10 હજાર જેટલા એક્સેપ્ટન્સ લેટર નકલી છે. નવેમ્બરની શરૂઆતમાં સમગ્ર બાબત બહાર આવી હતી. તેથી કેનેડા સરકાર હવે આ અંગે મોટુ એક્શન લઈ શકે છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, આ તારીખોએ તૂટી પડશે વરસાદ
જો કેનેડા સરકાર આ મામલે એક્શન લે તો ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને બિસ્તરા પોટલા લઈને પરત ભારત આવવાનો વારો આવશે. તેઓને તાત્કાલિક અસરથી કેનેડા છોડી દેવું પડશે. એટલું જ નહિ, કેનેડા જવાના તેમના દરવાજા બંધ થઈ જશે. ભવિષ્યમાં તેઓ ફરી કેનેડા જઈ શકશે કે નહિ તે પણ મોટો પ્રશ્નાર્થ છે.
છેલ્લાં દસ વર્ષમાં ગુજરાતમાંથી અનેક લોકો કેનેડામાં સ્થાયી થયા છે. સ્ટુડન્ટ વિઝા પર 25 થી 30 લાખ ખર્ચીને કેનેડા મોકલતા હોય છે. જો તેમને ડિપોર્ટ કરી દેવાશે તો તેમનું ભવિષ્ય રગદોળાશે. સાથે જ ફરીથી તેમને કેનેડાના વિઝા મળશે કે નહિ કે અન્ય દેશના વિઝા મળશે કે નહિ તે પણ મોટો સવાલ છે.
છેલ્લા 10 મહિનામાં IRCCએ સ્ટૂડન્ટ વિઝા માટે આવેલી પાંચ લાખથી વધુ એપ્લિકેશન્સને ચેક કરી હતી જેમાંથી 93 ટકા એપ્લિકેશન્સ જેન્યુઈન હોવાનું માલૂમ પડ્યું હતું, જ્યારે બે ટકા એપ્લિકેશન્સ સાથે અટેચ કરાયેલા એક્સેપ્ટન્સ લેટર ફેક હતા જેમાંથી એક ટકા એપ્લિકેશન્સને કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા કેન્સલ કરાઈ હતી અથવા તો એપ્લિકન્ટે જ કેનેડા આવવાનું માંડી વાળ્યું હતું.
ભરૂચ હાઈવે બન્યો લોહીયાળ, ટ્રકમાં ઈકો કાર ઘૂસતા એકસાથે 6 ના દર્દનાક મોત, પતરા કાપી મૃતદેહ બહાર કઢાયા