તેજસ દવે/મહેસાણા :કેનેડામાં ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા હતા. કેનેડાના ટોરોન્ટો - ઇટોબીકોકમાં છેલ્લા 18 વર્ષથી નવરાત્રિ થાય છે. જ્યાં ગુજરાતીઓ, અન્ય સમાજના તેમજ કેનેડા GTA ના લોકોના સાથ સહકારથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 2000 થી પણ વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. દૂર દૂરથી 50 કિલોમીટર આસપાસના વિસ્તારમાંથી ગરબે રમવા તેમજ જોવા લોકો આવે છે. કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ વગર મફતમાં દરેકને પ્રવેશ આપવામાં આવે છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડામાં વસતા ગુજરાતીઓએ કેનેડામાં રહીને શેરી ગરબાની રમઝટ માણી હતી. કેનેડાના ટોરોન્ટો - ઇટોબીકોકમાં નવરાત્રિમા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. કેનેડાના ઈટોબીકોકમાં છેલ્લા 18 વર્ષથી નવરાત્રિ શેરી ગરબાનું આયોજન કરાય છે. જેમાં ગુજરાતીઓ, અન્ય સમાજના લોકો તેમજ કેનેડા GTA (ટોરેન્ટો આસપાસ વિસ્તાર) ના લોકોના સાથ સહકારથી આ ગરબાનુ આયોજન કરાય છે. ગામની શેરીઓમાં ગવાતા દેશી ગરબા કેનેડાના ટોરેન્ટોના ઇટોબીકોકમાં રમાતા જોવા મળ્યા હતા.


આ પણ વાંચો : લોકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, અદાણી CNG ના ભાવમાં થયો તોતિંગ વધારો


આજથી અઢાર વર્ષ પહેલાં સૌપ્રથમ વાર ત્રણથી ચાર પાડોશી પરિવાર દ્વારા આ નવરાત્રી શેરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે 2000 થી પણ વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. દૂર દૂરથી 50 કિલોમીટર આસપાસના વિસ્તારમાંથી લોકો અહીં ગરબે રમવા તેમજ જોવા આવે છે.



અહીં ખાસ વાત તો એ છે કે, અહીં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ વગર મફતમાં દરેકને પ્રવેશ આપવામાં આવે છે. આયોજક શિરીષ પટેલ કહે છે કે, અહીં ગરબાની આરતીમાં આવતું દાન મોટા અંબાજીમાં અપાય છે. ખાસ તો કેનેડાની કેનેડિયન ગવર્મેન્ટ દરેક કલ્ચરને સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતીઓને પણ વર્ષ દરમિયાન તમામ ગુજરાતી હિન્દુ કાર્યક્રમોને પરમિશન આપી સાથ સહકાર આપે છે. 


ગવર્મેન્ટ ઓફ કેનેડા એ દર વર્ષે નવેમ્બર માસને હિન્દૂ હેરિટેજ માસ તરીકે જાહેર કર્યો છે, જેને લઈ હિન્દુ સમાજ ગવર્મેન્ટનો ખૂબ આભાર માને છે.