એક ગુજરાતીએ છોડ્યું કેનેડા, પત્નીને પણ પાછા લેતા આવ્યા : બીજા ગુજરાતીઓને આપી મિલિયન ડોલરની સલાહ
Canada Housing Crises : કેનેડામાં ઈમિગ્રન્ટ્સનો મોહભંગ થઈ રહ્યો છે.... કેનેડા છોડનાર યુવકે કહ્યું, જો તમે કેનેડાની ગુગલ ઈમેજની તસવીરો જોઈને લલચાઈને અહી આવતા હોય તો રોકાઈ જજો. ફરી વિચારજો, કારણ કે અહી બહુ જ સ્ટ્રગલ છે. ડોલરના સપના સાકાર ન થવાથી બીજા દેશમાં ભારતીયો જવા લાગ્યા...
Canada Student Visa : ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે કેનેડા એક આકર્ષક દેશ બની રહ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહી આવી રહ્યાં છે. પરંતુ હાલ હકીકત એવી પણ છે કે, નવા ઈમિગ્રન્ટ્સ કેનેડા છોડીને બહાર પણ જઈ રહ્યા છે. કેનેડા માટે આ આંકડો ચિંતાનો વિષય બની રહી છે. કેનેડા છોડીને જનારા લોકો વધી રહ્યાં છે. આખરે કેમ આ લોકો કેનેડા છોડી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. ત્રણ દાયકામાં કેનેડામાંથી અનેક લોકો માઈગ્રેટ કરી ચૂક્યા છે. કેનેડામાં હવે લોકોને કડવા અનુભવો થઈ રહ્યાં છે. ત્યારે હાલમાં જ એત કંટાળેલા ગુજરાતીનો પત્ની સાથે કેનેડા છોડવાનો નિર્ણય કર્યો. તેમે કેનેડામાં પડતી સમસ્યાઓનું સવિસ્તાર વર્ણન કરીને વિઝા માટે એપ્લાય કરનારા વિદ્યાર્થીઓને મોટી સલાહ આપી.
એક ગુજરાતીએ છોડ્યુ કેનેડા
કેનેડા છોડવાનો નિર્ણય કરનાર આ ગુજરાતીએ કહ્યું કે, આખું કેનેડા હાલ હાઉસિંગ ક્રાઈસિસમાં પીડાઈ રહ્યું છે. જેની અસર અમારા જેવા બહારના દેશોથી આવતા વિદ્યાર્થીઓને થઈ રહી છે. તેથી મેં અને મારી પત્નીએ કેનેડાથી પાછો આવવાનો નિર્ણય કર્યો છે. અહી અમારી જેટલી આવક છે તેમાં ઘર ખરીદવાનું પોસાય તેમ નથી. અહી ઘર ખરીદવુ હવે બહુ જ મુશ્કેલ બની રહ્યું છે.
આગળ તે કહે છે કે, મારા જેવા અનેક લોકો જે કેનેડા આવવા માંગે છે તેમને મારી સલાહ છે કે, તેઓને અહી કેટલીક અનિશ્ચિત પરિસ્થિતિઓનો સામનો કરવાની તૈયારી રાખજો. કારણ કે, અહી અજાણ્યા મુલકમાં તમને કોઈ મદદ નહિ મળી રહે. તેથી જો અહી આવતા પહેલા સો વાર વિચાર કરી લેજો.
ખર્ચાની વાત કરતા આ યુવક કહે છે કે, કેનેડામાં હવે સ્થિતિ પહેલા જેવી નથી રહી. એક તરફ રહેવા ઘર મળતુ નથી, ને બીજી તરફ ટેક્સ, ખર્ચા, ભાડાં વગેરેમાં એટલો વધારો થઈ રહ્યો છે કે તે પણ પોસાય તેમ નથી. મારા પરિવારની અઠવાડિયાની આવક 230 કેનેડિયન ડૉલર છે, તે પણ અમને ઓછી પડી રહી છે.
પોતાનું દર્દ વર્ણવતા તેઓ કહે છે કે, મારા જેવા અનેક લોકો અહી આવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. તેથી જો તમે કેનેડાની ગુગલ ઈમેજની તસવીરો જોઈને લલચાઈને અહી આવતા હોય તો રોકાઈ જજો. ફરી વિચારજો, કારણ કે અહી બહુ જ સ્ટ્રગલ છે.
કેનેડા છોડવાનું શું છે કારણ
આ પાછળ અનેક કારણો છે. કેટલાકનું કહેવુ છે કે, કેનેડા આવ્યા બાદ તેમનો મોહભંગ થયો છે. કારણ કે, અહી તેઓ જે ગ્રોથ વિચારીને આવ્યા હતા તેના પ્રમાણમાં ઓછો ગ્રોથ છે. તો કેટલાક કહી રહ્યાં છે કે, અહી વિકાસ દેખાતો નથી. કેનેડા સરકાર જે કહે છે તે કરતી નથી તે કારણે લોકો દેશ છોડીને બીજા દેશમાં સ્થાયી થવાનું પસંદ કરી રહ્યાં છે. કેટલાક લોકોએ એવુ પણ કહ્યું કે, કેનેડાની આર્થિક સમસ્યાઓ વધી રહી છે. આ કારણે અમને અહી સ્થાયી થવામાં તકલીફ પડી રહી છે. આંકડા અનુસાર, 2017 અને 2019 વચ્ચે કેનેડા છોડીને જનારા ઈમિગ્રન્ટ્સની ટકાવારી 1.10 ટકાથી વધીને 1.18 ટકા થઈ હતી. તેની તુલનામાં 1982 પછી દર વર્ષે સરેરાશ 0.9 ટકા લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવામાં આવી હતી. કેનેડામાંથી જે લોકો બહાર જાય છે તેઓ મોટા ભાગે નવા ઈમિગ્રન્ટ હોય છે.