Jobs In Canada : આજકાલ ગુજરાતીઓ બહુ કેનેડા કેનેડા કરે છે. સુખી સંપન્ન પરિવારના સંતાનો પણ કેનેડા જવા માંગે છે. આ માટે તેઓ સ્ટડી વિઝા પર કેનેડા જવાનું વધુ પસંદ કરે છે. પરંતું કેટલાકનું સપનુ કેનેડામાં જઈને નોકરી કરવાનું છે. આવામાં કેનેડામાં કયા કયા કરિયની સૌથી વધુ ડિમાન્ડ છે તે જાણી લેવુ બહુ જ જરૂરી છે. કારણ કે, અહી દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં આવે છે. કેનેડા દ્વારા દર વર્ષે કયા સેક્ટરમાં કઈ નોકરીઓ છે તે મુજબ અન્ય દેશોના લોકોને એન્ટ્રી આપે છે. જેને કેનેડાની ઓક્યુપેશન ઈન ડિમાન્ડ લિસ્ટ ગણાય છે. જે મુજબ ભારતીય એપ્લાય કરતા હોય છે. આવામાં જો તમે વકીલ છો અને તમને કેનેડામાં જઈને વસવા માંગો છો કેનેડામાં શું ઓપ્શન છે તે જાણીએ. કેનેડામાં વકીલોની ખૂબ માંગ છે. તેથી ભારતીય વકીલો કેનેડામાં પીઆર વિઝા મેળવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે કેનેડામાં વકીલ બનવા માંગો છો તો તમને કેનેડાની NCA પરીક્ષા પાસ કરવી પડી છે. જેને લો સોસાયટી ઑફ ઑન્ટારિયોની બેરિસ્ટર અને સોલિસિટર પરીક્ષા ગણાય છે. જેથી કેનેડામાં વકીલાત કરવાનો રસ્તો સરળ બની જાય છે. આ પરીક્ષા કેનેડાની કાયદાકીય ડિગ્રીની કેટેગરીની છે. જેના બાદ કોઈ પણ વકીલ કેનેડામાં વકીલાત કરવાના લાયક બની જાય છે. 


કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ


હવે વાત રહી કેનેડા પીઆરની, જેના માટે દરેક ભારતીય કેનેડા જતો હોય છે. જો તમે વકીલ છો અને કેનેડામાં પીઆર લેવા માંગો છો તો ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (FSWP) બેસ્ટ ઓપ્શન બની રહેશે. FSWP એ પોઈન્ટ-આધારિત ઈમિગ્રેશન પાથવે છે. જેમાં તમારે 100માંથી 67 પોઈન્ટ મેળવવાના રહે છે. વય, શિક્ષણ, વર્ક એક્સપિરિયન્સ, લેંગ્વેજ પ્રોફિશિયન્સી, અનુકૂલનક્ષમતા, જીવનસાથીની સ્પોન્સરશિપ અને કેનેડા તરફથી માન્ય જોબ ઓફર સહિતના ચોક્કસ હ્યુમન કેપિટલના આધારે ના પોઈન્ટ ફાળવવામાં આવે છે. આ સિવાય તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે.


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા


એનસીએ પરીક્ષા પાસ કરીને કેનેડામાં વકીલાત કરી શકાય છે. અથવા તો તમે લિગલ પ્રેક્ટિસ પ્રોગ્રામ પૂર્ણ કરીને પણ પ્રેક્ટિસ કરી શકો છો. 


ઉલ્લેખનીય છે કે, ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન પાથવે અંતર્ગત તમે 8 મહિનાની અંદર કેનેડા PR મેળવી શકો છે. મોટાભાગના યુવક યુવતીઓ સ્ટડી પરમિટ પર પણ કેનેડા જાય છે. આ બાદ સમય જતા તમે કાર્ય કરવા માટે વર્ક પરમિટ મેળવી શકો છો.


ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે