નકલી માર્કશીટનાં આધારે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું
Study Abroad : આણંદ પોલીસે અલઞ- અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓના તેમજ યુનિવર્સિટીઓના બનાવટી સર્ટીફકેટ કુલ નંગ 20, એક લેપટોપ તથા એક મોબાઈલ કબ્જે કર્યો
Fake Marksheet Scam બુરહાન પઠાણ/આણંદ : આણંદ શહેરનાં વિદ્યાનગર રોડ પર આવેલી કે.સી ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્સીમાં પોલીસે છાપો મારી જુદી જુદી યુનિવર્સિટીની નકલી માર્કશીટ તેમજ સર્ટીફિકેટ ઝડપી પાડી નકલી માર્કશીટનાં આધારે વિદેશનાં સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાનાં કૌભાંડનો પર્દાફાશ કરી સંચાલિકા મહિલાની ધરપકડ કરી હતી અને બે જણા વિરૂદ્ધ એસઓજી પોલીસે ગુનો નોંધી આણંદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આણંદની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને બાતમી મળી હતી કે, આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ પર દેના લક્ષ્મી કોમ્પલેક્ષનાં બીજા માળે આવેલી કે.સી ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટીંગ નામની ઓફિસમાં નકલી માર્કશીટ અને સર્ટીફિકેટનાં આધારે વિદેશનાં સ્ટુડન્ટ વિઝા અપાવી વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેથી એસઓજી પોલીસે છાપો મારી તપાસ કરતા ઓફિસમાંથી અલગ-અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ યુનિવર્સીટીઓનાં માર્કશીટો તેમજ ડોકયુમેન્ટો સર્ટીફિકેટ મળી આવ્યા હતા. જેથી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે જુદી -જુદી યુનિવર્સીટીઓની નકલી માર્કશીટો અને પ્રમાણપત્રો નંગ 20,લેપટોપ,મોબાઈલ ફોન સાથે 15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
ગુજરાતના વર્લ્ડ ફેમસ તરણેતરના મેળાની તારીખ જાહેર, વિદેશીઓ પણ બને છે અહી મહેમાન
પોલીસે કે.સી ઓવરસીઝ કન્સલટન્ટીની ઓફીસ ચલાવતા મૂળ નડીયાદનાં અને હાલમાં આણંદ રહેતા સ્વાતિબેન વિનીતકુમાર મુકેશભાઈ સોનીની ધરપકડ કરી હતી. અને પુછપરછ કરતા આ નકલી માર્કશીટ અને સર્ટીફિકેટ તેઓને વડોદરામાં શીવ એજયુકેશન ચલાવતો પવન ભારતી લાવી આપતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ બનાવમાં સ્વાતિ વિનીતકુમાર મુકેશભાઈ સોની (રહે,.નડીયાદ વાણીયાવાડ સર્કલ,જલસાગર એપાર્ટમેન્ટ હાલ રહે, કેરાકેન કેમ્પસ ગણશે ચોકડી પ્રકાસ મોટર્સની બાજુમાં આણંદ) અને પવન ભારતી (શિવ એજયુકેશનનાં સંચાલક, સયાજી ગંજ વડોદરા) વિરૃદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ઈપીકો કલમ 465,466,467,474,120 બી,અને આઈટીએકટ 66 સી મુજબ ગુનો નોંધી વડોદરામાં છાપો મારી આરોપી પવન ભારતીને પણ ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી.
અંબાલાલ પટેલની સપ્ટેમ્બરની મહિનાની નવી આગાહી : ગુજરાતના માથે એક નહિ બે સિસ્ટમ બની
પોલીસે આજે વધુ તપાસ અર્થે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેથી કોટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઓવરસીઝમાં મહિલા દ્વારા લોકોને વિદેશનાં સ્ટુડન્ડ વિઝા મેળવવા માટે નકલી ડોકયુમેન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું. તેમજ વડોદરાનાં પવન દ્વારા આ નકલી માર્કશીટ અને ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામ આવ્યું.
ગુજરાતથી ગાયબ થયેલા 5 બાળકો બિહારથી મળ્યા, તેમનું પ્લાનિંગ સાંભળીને ઉડી જશે તમારા હો