કેનેડાના એક નિર્ણયથી પાર લાગી જશે ગુજરાતી વિદ્યાર્થીઓની નૈયા! બેઠાંબેઠાં છાપશે રૂપિયા
Canada: કેનેડાની સરકાર હમણાં હમણાંથી નિયમો વધુને વધુ કડક બનાવી રહી છે. હાલમાં જ બનાવેલાં વર્ક પરમીટ અંગેના નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને નુકસાન નહીં પણ થશે મોટો ફાયદો...
Canada: તાજેતરમાં કેનેડિયન ગર્વનમેન્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડામાં વસતા લોકોને રોજગારી મળી રહે તે આશયથી તેમની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત કેનેડામાં વસતા લોકોને કામ-ધંધા નોકરી રોજગારીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. વિદેશથી આવીને અહીં મજૂરીકામ કરતા, લેબર વર્ક કરતા લોકો પર લગામ લગાવાઈ છે. ખાસ કરીને LMIA એટલેકે, Labour Market Impact Assessment અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જોને પગલે કેનેડામાં રહેતા તમામ વિદેશી નાગરિકોને મોટો ફટકો પડશે.
હવે તમને થશેકે, કેનેડામાં વસતા વિદેશી નાગરિકોને ફટકો પડશે તો ગુજરાતી વિદ્યાર્થીઓેને ફાયદો કઈ રીતે થશે. તો તેની પાછળ પણ એક મોટું ગણિત છે. તમારે આ સ્કીમ ધ્યાનથી સમજવી પડશે. સમજ્યા વિના ઘણાં લોકો બસ એવું કહી રહ્યાં છે નિયમો બહુ કડક થઈ જતા હવે કેનેડામાં કઈ રહ્યું નથી. પણ ના એ હકીકત નથી. અલબત્ત કેનેડામાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓને આનાથી મોટો ફાયદો થવાનો છે. કંઈ રીતે તેનું ગણિત પણ સમજજીએ.
લોકો નુકસાનની વાત કરે છે પણ ના ઉલ્ટાનું કેનેડા સરકારના નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થઈ શકે છે. તાજેતરમાં જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં LMIA (Labour Market Impact Assessment)ની સંખ્યામાં ઘટાડો કરવા માટેનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના લીધે કેનેડામાં જે યુવાનો ભણવા માટે ગયા છે અને તેમના માટે આંચકારૂપ માનવામાં આવી રહ્યો છે. પણ તમે માત્ર સિક્કાનું એક જ પાસુ જોઈ રહ્યાં છો. અહીં આજ નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો લાભ મળી શકે છે. જાણીએ કઈ રીતે...
કેનેડા સરકાર દ્વારા તાજેતરમાં LMIA અંગે જે નિર્ણય લીધો છે તેનાથી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ફાયદો થઈ શકે છે. કેનેડા સરકારે લીધેલા નવા નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને ફાયદો જ ફાયદો? નોકરીઓના દ્વાર ખુલી જશે...કારણકે, કેનેડામાં રહેતાં ઓલમોસ્ટ 10 લાખ સ્ટૂડન્સમાંથી લગભગ 30 ટકાથી વધારે ગુજરાતી જ છે.
ઉલ્લેખનીય છેકે, કેનેડા સરકાર દ્વારા પાછલા અમુક સમયમાં ઈમિગ્રેશન પોલિસીથી લઈને તેમના ત્યાં કમાવવા અને ભણવા માટે આવતા લોકો માટે કેટલાક ફેરફારો કર્યા છે. મૂળ કેનેડાના લોકોને કામ મળે તે આશયથી કેનેડા સરકારે વિદેશથી કમાવા માટે આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
કેનેડામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ સહિતની બાબતો પર કોઈ નિર્ણય લેવામાં આવે તેની સીધી અસર ભારતમાં જોવા મળે છે. ખાસ કરીને કેનેડામાં સૌથી વધારે પંજાબીઓ છે અને ત્યાર બાદ ગુજરાતીઓ છે. તેથી પંજાબ અને ગુજરાત પર તેની અસર પડે છે. આ પાછળનું કારણ એ છે કે અહીંથી ત્યાં ભણવા ગયેલા અને ત્યાં જઈને સ્થાઈ થઈ ગયેલા કે સ્થાઈ થવાનો પ્રયાસ કરનારા યુવાનોની સંખ્યા ઘણી મોટી છે. જેથી તેની સીધી અસર કેનેડા ગયેલાં ગુજરાતીઓ પર પડે છે.
કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓને કઈ રીતે ફાયદો થશે તેનું ગણિત:
નિષ્ણાતોની માનીએ તો બહારથી દેખાતી મુશ્કેલી એ એક તકનો દરવાજો છે. આ નિર્ણયથી કેનેડામાં રહેલા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સને ફાયદો થઈ શકે છે. એક અંદાજ મુજબ હાલ કેનેડાની કુલ વસ્તી 4 કરોડની છે, 2023ના આંકડા પ્રમાણે કેનેડામાં કુલ ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સની સંખ્યા લગભગ 10 લાખ હતી. હવે કેનેડાની સરકારે ટૂંકાગાળાના વિદેશી કામદારો પર કેપ લગાવવાનો જે નિર્ણય લીધો છે તેને આ આંકડા સાથે મેચ કરીને જોશો તો ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફાયદો છે. LMIA અંતર્ગત જે વિદેશી વર્કર્સ કેનેડા આવ્યા હતા તેની ટકાવારી 6.8 ટકા (27 લાખ)થી ઘટાડીને 5% (20 લાખ) કરવાનો નિર્ણય લીધો છે. હવે જ્યારે ટુંકાગાળાના ફોરેન વર્કર્સનો આંકડો 27 લાખથી 20 લાખ થઈ જાય તો 7 લાખ કામદારો ઘટી જશે. તેનો સરળ મતલબ એવો થાય છે કે જે વિદેશી કામદારોની સંખ્યા ઘટશે તો તે નોકરીઓની તક ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સના હાથમાં આવી શકે છે.