ઝી બ્યુરો/પંચમહાલ: ઘણી વાર ખેડૂતોને જ્યાં સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળતું, ત્યાં પંચમહાલના કાલોલમાં ઉલટો ઘાટ સર્જાયો છે. તંત્રની બેદરકારીને કારણે વારંવાર નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ જાય છે, જેના કારણે ખેડૂતોના પાક પર પાણી ફરી વળે છે. વર્ષોથી તંત્ર આ સમસ્યાનો ઉકેલ નથી લાવી શકતું. ખેડૂતો પાસે નુકસાન સહન કવા સિવાય કોઈ રસ્તો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના બાળકોને કોઈના ભરોસે રમવા મોકલતા પહેલા સો વાર વિચારજો! આ કિસ્સો થથરાવી મૂકશે


પંચમહાલના કાલોલમાં વગર વરસાદે પાણી તમામ જગ્યાએ ફરી વળે છે. જેની પાછળ જવાબદાર છે, તંત્રની બેદરકારી. કાલોલ પાસેથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ખેડૂતો ખેતરોમાં નથી જઈ શકતાં. 10 વર્ષમાં ખેડૂતોએ કેટલું નુકસાન વેઠ્યું હશે. કેનાલનું પાણી ફરી વળતાં અનેક વીઘા જમીનમાં ડાંગર સહિતનો પાક કોહવાઈ જાય છે. આ પાણીને કાઢી શકાય તેમ પણ નથી કેમ કે આસપાસ પણ પાણી ભરાયેલા છે. ઓવરફ્લો થતી કેનાલ જરૂરિયાતથી વધુ પાણી ઠાલવી દેતી હોવાથી ખેડૂતો એક જ સીઝનનો પાક લઈ શકે છે. રસ્તા પર પાણી ફરી વળતાં લોકોએ જીવના જોખમ પસાર થવું પડે છે..સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા તંત્રની ઉંઘ નથી ઉડતી.


ગુજરાતના ખેડૂતો પર આવ્યું નવું સંકટ; કપાસના વાવેતરમાં વધ્યો આ રોગનો 'મહાખતરો'


નવાઈની વાત એ છે કે કેનાલનું પાણી વેડફાઈ જતાં આગળના ખેતરો સુધી પહોંચી શકતું નથી, ત્યાં સિંચાઈની અછત સર્જાય છે. છતા નર્મદા નિગમના અધિકારીઓ હરકતમાં નથી આવતા. ધારાસભ્યોને પણ ખેડૂતોની ચિંતા નથી. gfxin સવાલ એ છે કે તંત્રને કેમ ખેડૂતોને હાલાકી નથી દેખાતી. તંત્ર કેમ પાણીનો બગાડ થવા દે છે. કેનાલના સમારકામ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ.


ગુરૂ-શનિ મળી ચમકાવશે ભાગ્ય, 3 જાતકોને કરિયરમાં મળશે લાભ, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો


આ કિસ્સો તંત્રના વહીવટનો આંખો ઉઘાડતો નમૂનો છે. પાણી બચાવવાની સરકારી ઝુંબશો વચ્ચે મંત્રીઓએ આ જગ્યાએ પણ ધ્યાન આપવાની જરૂર છે.