પ્રેમલ ત્રિવેદી/પાટણ: રવી સીઝન માં ખેડૂતોએ પાક વાવેતર શરૂ કરતા પાક માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં સિંચાઇ માટેનું પાણી છોડવામાં આવતાં કેનલોની નબળી કામગીરી હોવાને પગલે વારંવાર ગાબડા પડતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં સતત કેનાલોમાં ગાબડાં પડતાં જે બાબતે નર્મદા વિભાગના અધિકારીએ કેનલો માં ગાબડા પાડવા નું મુખ્ય કારણ કેનલો માં ખેડૂતો દવરા આડસ કરાતી હોવાનું જણાવી દોષ નો ટોપલો ખેડૂતો પર ઢોળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાત્મા ગાંધીનાં નિર્વાણ દિને પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન


બનાસકાંઠામાં સતત નર્મદાની કેનાલમાં ગાબડાં પડતાં જે મામલે પાટણના નર્મદા વિભાગના અધિકારીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે નવેમ્બર થી જાન્યુઆરી દરમિયાન બનાસકાંઠામાં કેનલો દ્વારા 129000 હેકટર માં પાણી આપવામાં આવી રહ્યું છે. જેની સામે નુકશાન 23 હેકટર માં થવા પામ્યું છે સિંચાઈ નો લાભ મેળવતા આશરે 84000 ખેડૂતો છે. જેમાં કેનાલ માં ભંગાણ પડેલ અને નુકશાન થયેલ ખેડૂત 15 છે એટલે કે 0.018 % થાય છે. તો નહેરો ની કુલ લંબાઈ 1734.76 કિલો મીટર ની છે, તે સામે ભંગાણની લંબાઈ 0.134 કિલો મીટરની છે. જે જોતા નહેરો નબળી છે કે કામો ખરાબ થયા છે, તે સત્ય થી વેગળી હોવાનું અધિકારી જણાવી રહ્યા છે. નહેરોમાં કુલ સંખ્યા 337 છે. જેની સામે 44 ગાબડા પડેલ છે, ત્યારે પાંચ વર્ષ માં બનાસકાંઠા માં 70,000 થી 10,0000 હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. તો સાથે કેનલો માં દિવસે ખેડૂતો પાણી મેળવવા દિવસ દરમ્યાન પમ્પ મૂકે છે અને સાંજે પંપ ઉઠાવી લે છે. જેને કારણે છેવાડાની કેનલોમાં પાણીનો આવરો વધવા પામતા કેનલો તૂટે છે ,કેનલો ના પાળા માંથી પાઇપો ખેડૂતો નાખે છે માટે કેનલો તૂટે છે. ખેડૂતો કેનલો આડસ ઉભી કરી પાણી મેળવે છે, સાથે તળાવો ભરતા હોવાને કારણે કેનાલો તૂટતી હોવાનું અધિકારીએ બચાવ કર્યો હતો.


ગુજરાત: સુરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે ક્રુરતા આચરનાર નરાધમને ફાંસી


બનાસકાંઠામાં સતત નર્મદાની કેનાલમાં ગાબડા પડવાની લઈ ગયો હતો. ભારે નુકસાન આવ્યો છે, ત્યારે કેનાલમાં પડતા મામલે ભાવનાથ બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે પાટણ નર્મદા વિભાગના મુખ્ય ઇજનેરની મુલાકાત લીધી હતી. તેમને મળી કેટલાક સુચનો કર્યા હતા ત્યારે આ મામલે મીડિયા સમક્ષ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે  જણાવ્યું હતું કે કેનાલ પરના કોન્ટ્રાક્ટરોના ટેન્ડરો પુરા થવા પામ્યા છે. તો કેનાલોની ક્યાંક નબળી કામગીરી પણ જવાબદાર છે. ખેડૂતો કેનાલ તોડે છે તેવું નિવેદન જેને આપ્યું હોય તે મામલે અધિકારીઓએ સ્થળ પર જઇ તપાસ કરવી જોઈએ અને કસૂર વાર એજન્સી ને બ્લેક લિસ્ટમાં મુકવા જોઈએ પણ એવું કાઈ કર્યું નથી. ખેડૂતો સુખી સમૃધ્ધ બન્યા તે તો મજૂરી કરી સમૃદ્ધ બન્યા છે. તો હજુ પણ કેટલાક ખેડૂતો દેવાના બોજા તળે છે. શેરબજારમાં તો ગાબડા પડે પરંતુ કેનાલોમાં પણ ગાબડા પડે છે માટે ઉચ્ચ અધિકારીઓ ને નિચલા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ. જેના કરી ભ્રષ્ટાચાર આચારવાનું મોકળું મેદાન મળે છે. 


લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટનાં ઉદ્ધાટન પહેલા પાર્કિગ પોલીસીની જાહેરાત
નર્મદાની કેનલો માં ગાબડા પડવાના કારણે અધિકારી તો દોષ નો ટોપલો ખેડૂતો પર ઢોળી રહ્યા છે. કેનાલો થકી જ ખેડૂતો સમૃદ્ધ બન્યા હોવાનું જણાવી રહ્યા છે, અને ગાબડા પાડવાને કારણે જે ખેડૂતો ને નુકસાની થાય છે તેનું વળતર નિયત કરેલ મુજબ સર્વે કરી નહેરના ઇજાદાર પાસેથી વળતર આપવામાં આવશે. જેમાં સરકાર પર કોઈ ભાર પડતો નથી. તેતો જે તે કેનલો ની સંભાળ રાખનાર કોન્ટ્રાકટરને ચુકવણી કરવાની હોય છે તેમ જણાવી રહ્યા છે પરંતુ જે કેનાલની નબળી કામગીરીને કારણે તૂટી છે. કૉન્ટ્રાક્ટરોને કેમ બ્લેક લીસ્ટમાં ના મુક્યા તો જવાબદાર અધિકારીઓ પર કેમ કોઈ પગલા ના લેવાયા તેવા અનેક સવાલો ઉભા થાય છે.


અમદાવાદ: નકલી પોલીસ બની યુવાનનું અપહરણ કર્યા બાદ ખંડણી માંગનારની ધરપકડ


સરકાર પર આક્ષેપ...
* નર્મદા ની તમામ એજન્સીઓ ભારતીય જનતા પાર્ટી ના લાગતા વળગતા મળતીયાઓ ને આપવામાં આવી છે
* તમામ એજન્સીઓનું કામ બહાર ની એજન્સીઓ આવી ભાજપ ના નેતાઓ અને સરકાર ના માનીતાઓ ને આપવામાં આવી છે
* એટલા માટે એક પણ કોન્ટ્રાકટર ને આજદિન સુધી બ્લેક લિસ્ટ માં મુકતા નથી
* કારણ ઉચ્ચ અધીકારીઓ ના પગ માં રેલો આવે છે એટલે કોઈ પગલાં ભરાતા નથી
* નર્મદા ની કેનાલો માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટેજ બનાવી છે તેમ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube