તેજશ મોદી, સુરત: વિવાદમાં રહેલી સુરતની પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓનો ભવિષ્ય ફરી એક વખત અંધકારમય બન્યું છે. જેને કારણે વિદ્યાર્થીઓ એક તરફ ચિંતા તો બીજી તરફ રોષ જોવા મળ્યો છે. સ્કૂલમાં ધોરણ 10 અને 12ની માન્યતા બોર્ડ દ્વારા રદ્દ કરવામાં આવી હતી, ત્યાર બાદ હાઇકોર્ટે પણ રાહત આપી ન હતી, જેથી વિદ્યાર્થીઓ અટવાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભગવાન તારી લીલા અપાર છે....ટબ બન્યુ દોઢ માસના બાળક માટે જીવનપાત્ર !!


સરકારે મધ્યસ્થી વિદ્યાર્થીઓને રિપીટર તરીકે પરીક્ષા અપાવી હતી, જોકે આ પરીક્ષા આપનારા ધોરણ 10ના 33માંથી 5 વિદ્યાર્થી નાપાસ થયા છે, ત્યાં જ ધોરણ 12ના 12 વિદ્યાર્થીમાંથી 5 નાપાસ થયા છે. જેને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર મુદ્દે સ્કૂલના આચાર્યે પણ હાથ ઊંચા કરી દીધા હતાં.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...