પાડાના વાંકે પખાલીને ડામ: SNDT કોલેજની માન્યતા રદ્દ, સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ
વર્ષ ૨૦૧૨માં જેની માન્યતા રદ કરી દેવામાં આવી છે તેવી ભાવનગર ખાતેની એસ.એન.ડી.ટી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજની ડીગ્રી અમાન્ય ગણાવતા આજે રોષે ભરાય હતી. રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. કોલેજની ડીગ્રી અમાન્ય થવાના કારણે તેની અસર ૨૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીનીઓ પર પડી છે. એક તરફ સરકાર બેટી બચાઓ બેટી પઢાઓની વાતો કરે છે જયારે બીજી તરફ બે રાજ્યોની યુનિવર્સીટીની આંતરિક સમજુતીમાં વિદ્યાર્થીનીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની કોલેજની ડીગ્રીઓને માન્યતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ભાવનગર : વર્ષ ૨૦૧૨માં જેની માન્યતા રદ કરી દેવામાં આવી છે તેવી ભાવનગર ખાતેની એસ.એન.ડી.ટી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજની ડીગ્રી અમાન્ય ગણાવતા આજે રોષે ભરાય હતી. રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. કોલેજની ડીગ્રી અમાન્ય થવાના કારણે તેની અસર ૨૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીનીઓ પર પડી છે. એક તરફ સરકાર બેટી બચાઓ બેટી પઢાઓની વાતો કરે છે જયારે બીજી તરફ બે રાજ્યોની યુનિવર્સીટીની આંતરિક સમજુતીમાં વિદ્યાર્થીનીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની કોલેજની ડીગ્રીઓને માન્યતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મહેસાણા: હોટલનું બિલ ચુકવવા મુદ્દે મિત્રએ મિત્રનું કાસળ કાઢી નાખ્યું !
ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલાની અસર હજુ પણ ભાવનગરમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રની તે સમયની એસ.એન.ડી.ટી યુનિવર્સીટી માન્ય કોલેજ જે ભાવનગર ખાતે કાર્યરત હતી તેની વર્ષ ૨૦૧૨થી માન્યતા રદ કરી નાખવામાં આવી હતી. પરંતુ આ કોલેજમાં આજદિન સુધી ૧૫ જેટલા વિવિધ કોર્ષનો અભ્યાસ શરુ હોય અને જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી હોય કે અભ્યાસ કરી ચુકી હોય અને તેની આ કોલેજની ડીગ્રી અમાન્ય ગણવામાં આવી રહી છે.
લો બોલો! રેતીનો પાઉડર બનાવી તેના નિકાસ કરવાનું પણ કૌભાંડ, ઝડપાયું
વડોદરાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવાની માંગ, કોંગ્રેસી કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન
જે જાહેરનામું જે તે સમયે બહાર પાડવામાં આવ્યું હતું તેમાં કોલમ નં-૨૪ માં યુજીસી માન્ય યુનિવર્સીટી દ્વારા મેળવેલી ડીગ્રી જ ગ્રાહ્ય રાખવામાં આવશે. જયારે ઓપન કે ડીસ્ટન્સ લર્નિંગ દ્વારા મેળવેલી ડીગ્રી ને ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. વર્ષ ૨૦૧૨ બાદ ગુજરાત રાજ્યમાંથી મેળવેલી એસ.એન.ડી.ટી યુનિવર્સીટીની લાયકાત માન્ય ગણવામાં નહિ આવે તેવા આદેશ ને પગલે ભાવનગર સહીત અન્ય જગ્યા પરની અનેક વિદ્યાર્થીનીઓની ડીગ્રીઓ ગ્રાહ્ય ના રહેતા અન્યાય થયો છે.
આહવા અકસ્માત: 2 લોકોનાં ઘટના સ્થળે મોત 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
તેમનું એજ્યુકેશન જાણે કે ૧૨ પાસ જેટલું હોય તેવું લાગી રહ્યું છે. આજના સમયમાં નોકરી મેળવવી ખુબ મુશ્કેલ છે. જયારે આ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ બી.એડ કે અન્ય એજ્યુકેશન પ્રાપ્ત કર્યા બાદ નોકરી માટે અરજી કરતી વિદ્યાર્થીનીઓની આ કોલેજ ની ડીગ્રી માન્ય ના હોય જેથી તેમને નોકરી પણ મળતી નથી ત્યારે આજે મોટી સંખ્યામાં એસ.એન.ડી.ટી ની વિદ્યાર્થીનીઓ આજે કોલેજની બહાર રોડ પર ઉતરી આવી હતી અને થોડી વાર માટે રસ્તો ચક્કાજામ કરી દીધો હતો અનેર સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી તેના અંધકારમય તરફ જતા જીવનમાં ઉજાસ ની માંગ કરી હતી.
તંત્ર દુર્ઘટનાઓમાંથી કાંઇ શીખતું નથી? ફરી એકવાર ડી કેબિનમાં વિશાળ ટાંકી તુટી પડી અને...
આ બનાવને પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને વિદ્યાર્થીનીઓ ને સમજાવી વાતચીત ના માધ્યમથી ન્યાય ની માંગ કરવા કહ્યું હતું. જયારે કોલેજના પ્રાધ્યાપક પણ ત્યાં હાજર હોય તેમેણે પણ આ બાબતે કહ્યું કે તેઓ પણ આ વિદ્યાર્થીનીઓ સાથે જ છે અને શિક્ષણમંત્રી સાથે આ અંગે ની વાતચીત શરુ છે. આ વિદ્યાર્થીનીઓ જે ડીગ્રી અમાન્ય અંગેનો પ્રશ્ન છે તેમાં ન્યાય મળે તે બાબતે કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
BRTS અકસ્માતનાં પડઘા: મેયરે મોકલ્યા બાઉન્સર ગૃહમંત્રી કરશે ટ્રાફીકનુ નિરીક્ષણ
આજની આ ઘટના પરથી અનેક સવાલો ઉભા થયા છે. જેમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે જો કોલેજ પાસે વિવિધ કોર્ષની માન્યતા જ ના હતી એટલેકે તેને રદ કરી દેવામાં આવી છે. તો આજદિન સુધી અભ્યાસ કરાવ્યો કઈ રીતે અને પરિમાણો સુધી યુનિવર્સીટી દ્વારા કોઈ કેમ પગલા ભરવામાં ના આવ્યા. હવે કારણ જે પણ હોય પરંતુ એક તરફ સરકાર બેટી બચાઓ બેટી પઢાઓ ની વાતો કરે છે. જયારે બીજી તરફ બે રાજ્યોની યુનિવર્સીટીની આંતરિક સમજુતીમાં વિદ્યાર્થીનીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની કોલેજની ડીગ્રીઓ ને માન્યતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube