અમદાવાદ : 88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીએ જ ચેડાં કર્યાનો પર્દાફાશ થયો છે. જેના કારણે હવે તંત્ર સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે. પોલીસને હાથ લાગ્યા પેપર લીકમાં પસંદગી મંડળના અધિકારીની જ સંડોવણી પુરાવા જેના પગલે હવે સ્થિતિ હવે કાબુ બહાર હોવાનું પોલીસ સાથે સરકાર પણ માની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને હાથ લાગ્યા ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારી/અધિકારીની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકળાયેલા કર્મચારીની સીધી મિલીભગત સામે આવી છે. મંડળના જ કર્મચારી આ મામલે સામેલ હોવા અંગે તપાસ ચાલી રહી છે. જયેશ પટેલને પેપર પહોંચાડનાર મંડળ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યુઁ છે. તેથી પોલીસે એ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખ્યાતનામ કંપનીને કોકના બદલે કોલસો પકડાવીને કરોડોનું કૌભાંડ કરનારા ઝડપાયા


જો કે તપાસ જેમ જેમ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ રેલો ખુબ જ મોટો થઇ રહ્યો હોવાના કારણે સરકાર દ્વારા હવે આ સમગ્ર પરીક્ષા જ રદ્દ કરવા માટેની તૈયારી કરી લીધી છે. ગુજરાત સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક બાદ હવે હેડક્લાર્કની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવે તેવી શક્યતા છે. સરકારના ઉચ્ચ પદસ્થ સુત્રો પાસેથી ZEE 24 KALAK ને મળતી માહિતી અનુસાર આ પરીક્ષા રદ્દ થશે. ટુંક જ સમયમાં સરકાર દ્વારા તેની અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવશે. 


જમવામાં મીઠું નાખવા બાબતે થયેલી બબાલમાં એક મિત્રએ બીજાની હત્યા કરી નાખતા ચકચાર


અત્રે ઉલ્લેખનીય છે કે, પેપર લીક મામલામાં જેમ જેમ એક પછી એક ધડાકા થઈ રહ્યા છે તેમ માહોલ ગરમાયો છે. પોલીસે જાહેર કરાયેલા 10 નામમાંથી એક આરોપી ગ્રામ પંચાયત ચૂંટણીનો ઉમેદવાર હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. મહેન્દ્રભાઈ એસ પટેલ નામનો પેપરલીક કૌભાંડમાં સામેલ આરોપી પ્રાંતિજના પોગલુ ગામે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઉમેદવાર છે. તેના સરપંચના ઉમેદવાર તરીકેના પોગલુ ગ્રામ પંચાયતમાં બેનર લાગ્યા છે. ત્યારે હવે પેપર લીક કૌભાંડ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube