ગૌરવ પટેલ/અમદાવાદ: જસદણ બેઠકને લઇને ભાજપ અને કોંગ્રેસ એમ બંન્ને પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ હવે હરકતમાં આવી ગઇ છે. કોગ્રેસના સ્થાનિક આગેવાનોએ ઉમેદવાર અંગેની પસંદગી પૂર્ણ કરી લીધી છે. સ્થાનિક આગેવાનો દ્વારા ચાર લોકોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ ચારની પેનલમાંથી બે કોળી ઉમેદવાર તથા બે પાટીદાર સમાજના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"189554","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan-Election","field_file_image_title_text[und][0][value]":"Jasdan-Election"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan-Election","field_file_image_title_text[und][0][value]":"Jasdan-Election"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan-Election","title":"Jasdan-Election","class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુ વાંચો....અમરેલી: ખાંભા નજીક મકાનમાં સિંહ ઘૂસી આવ્યો, મગફળીના ઢગલાને બનાવ્યું સિંહાસન 


હાઇકમાન્ડ ઉમેદવાર અંગે લેશે નિર્ણય 
આગામી બેથી ત્રણ દિવસમાં કોંગ્રેસમાં હાઇકમાન્ડ ઉમેદવારો અંગેનો અંતિમ નિર્ણય લઇને ઉમેદવાર નક્કી કરશે. સ્થાનિક આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવેલી આ પેનલમાં અવરસ નાકિયા, ભોળાભાઇ ગોહિલ, ગજેન્દ્ર રામાણી અને ધૂરૂભાઇ શિંગાળાનો સમાવેશ થાય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિનું પટેલને તક મળે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. અત્યાર સુધીમાં આ બેઠક પરથી કોંગ્રેસનું પ્રભુત્વ રહેલું છે.