Education Minister gave instructions, ઝી બ્યુરો/ગાંધીનગર: પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારૂ પણ થઈ શકે છે વોટ્સએપ હેક! ગુજરાત સહિત 6 રાજ્યોની 100થી વધુ યુવતીઓને બનાવી શિકા


રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલશે!
શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાના આદેશ પર મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકશે.શાળા આ મામલે વાલીઓને દબાણ કરાશે તો શાળા સામે પગલાં લેવાશે. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે. શિક્ષણ વિભાગ રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલશે. આ વિશે શિક્ષણમંત્રીએ પણ શિક્ષણ વિભાગને સૂચના આપી છે.


માત્ર 15 જગ્યાએ જ છે આ ઔષધિય ગુણો ધરાવતું અને દુર્લભ મનાતું વૃક્ષ! આખા ગુજરાતમાં રોપ
    
સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ: પાનશેરીયા
રાજ્ય શિક્ષણમંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.


ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ટેસ્ટ સીરીઝ કોણ જીતશે? વિજેતા ટીમને લઈ મોટી ભવિષ્યવાણી
    
રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે!
ખાનગી શાળાના સંચાલકોને વિનંતી સાથે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબુર કરી શકશે નહિ, તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી કે, કોઈ પણ બાળકને, તેના માતા પિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજા પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈ પણ રોક ટોક કરી શકશે નહિ જો કોઈ શાળા તેમનાં દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે.


'ભ્રષ્ટ અધિકારી-નેતાઓના કારણે અસામાજિક તત્વો બેફામ', અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન