ગાંધીનગર :  આજે સમગ્ર દેશમાં હિંદુઓના પાવન પર્વ તેવી રામનવમીની ઉજવણી ચાલી રહી છે. ગુજરાતમાં પણ રામનવમીને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર શ્રીરામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાગરિકો પણ હર્ષોલ્લાસથી આ શોભાયાત્રામાં જોડાઇ રહ્યા છે. જો કે આ શોભાયાત્રાઓને ચોક્કસ કોમ્યુનિટી દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં બે સ્થળો પર શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં શાંતિપુર્ણ રીતે LRD ની પરીક્ષા પુર્ણ, પેપર વિદ્યાર્થીઓની અપેક્ષાથી તદ્દન વિપરીત પુછાયું


રામનવમીની રેલી પર પથ્થરમારાની ઘટના હિંમતનગરમાં પણ સામે આવી છે. હિંમતનગરમાં રામનવમીના પર્વે નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે છાપરીયા વિસ્તારમાં હિંસા ફાટી નિકળી છે. પોલીસ કાફલો ઘટના સ્થલે પહોંચી ચુક્યો છે. પરિસ્થિતિ વણસી ચુકી છે. બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો પર પણ પથ્થરમારાની ઘટના બનતા ચકચાર મચી છે. પોલીસ ટોળા વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. છાપરીયા વિસ્તારમાં બે જુથો સામસામે આવી ગયા હતા. જો કે જે પ્રકારે હૂમલો થયો તે જોતા આ હૂમલો સુનિયોજીત રીતે કરવામાં આવ્યો હતો. પહેલાથી જ ધાબા અને ઉંચા વિસ્તારોમાં પથ્થરો એકત્ર કરવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. જો કે પોલીસના ઉચ્ચ અધિકારી પણ આ પથ્થરમારામાં ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર માટે લઇ જવાયા છે. હૂમલાખોરો એટલા શેતાન છે કે પોલીસને પણ પાછુ હઠવું પડી રહ્યું છે. 


ભાજપના નેતાની શિક્ષણની ટ્વીટ બની વિવાદનું મૂળ, ‘શિક્ષણ યુદ્ધ’ છંછેડાતા કેજરીવાલે સવાલ ઉઠાવ્યા


ખંભાતમાં પણ બે જુથો વચ્ચે પથ્થરમારો
ખંભાતમાં પણ બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. શકરપુરમાં રામજીની શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારાના પગલે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખંભાત સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. ખંભાતમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવતા ત જિલ્લા પોલીસ પણ દોડતી થઇ છે. શકરપુરમાં રામજીની શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. બે જૂથો વચ્ચે ભારે પથ્થરમાર અને હાલ ભારેલી અગ્નિ જેવી સ્થિતિ છે. ખંભાત સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube