ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતોના બનાવો વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મોટેરા નજીક એક કાર ચાલકે પુરપાટ ઝડપે આવીને ટ્રિપલ અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુંણ મોત નીપજ્યું છે અને અન્ય એક બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટેરા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત કાર ચાલકે સર્જ્યો છે. જેમાં દિનેશ નામનો રિક્ષા ચલાક વ્યક્તિનું મોત નિપજી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડાક મહિનાઓ અગાઉ આજ પ્રકારે પુરપાટ ઝડપે આવેલા એક કાર ચાલકે ફૂટપાથ પર સુતેલા મજૂરો ઉપર કાર ચઢાવી મૂકી હતી. ત્યારે આજે મોટેરા ગામ પાસે ટ્રિપલ અકસ્માત કરનાર પંકજ અગ્રવાલ નામના વ્યક્તિએ એક રીક્ષા ચાલક, એક બાઇક સવારને અડફેટે લઈને લાઈટના થાંભલા જોડે પોતાની કાર અથડાવી દીધી છે જે મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:- અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ


સમગ્ર બનાવના પગલે જો સ્થાનિકોની વાત માનીએ તો ટ્રિપલ અકસ્માત સર્જનાર કાર ચલાક દારૂના નશામાં હોવાનું જણાઇ આવે છે. કારણકે ગાડીમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ તથા અન્ય નાસ્તાની વસ્તુઓ મળી આવી હતી. જેના આધારે ટ્રાફિક પોલીસ પણ અનુમાન લગાવી રહી છે કે, અકસ્માત સર્જનાર કાર ચાલક દારૂના નશામાં હોય જેથી ફરિયાદમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 185 મુજબ અને અન્ય કાયદાકીય કલમો મુજબ ગુનો નોંધાયો છે.


આ પણ વાંચો:- યુવાનોને નશાની લત લગાડવાનું કામ પૂર જોશમાં, વાપીમાંથી ઝડપાયો MD ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ


મોટેરા ગામમાં અકસ્માત એટલો ગંભીર અને ભયાનક હતો કે અકસ્માત સર્જનારી ઓટોમેટિક ગાડી લગભગ 100 કરતા વધુની સ્પીડમાં હોવાનું પોલીસ હાલ માની રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસે પણ હાલ તમામ સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. બીજી તરફ આરોપી પંકજ અગ્રવાલના લોહીના નમૂના પણ પોલીસે લઈ લીધા છે. જો આવનારા દિવસોમાં લોહીના રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવશે તો એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ 304 ની કલમનો પણ ઉમેરો કરશે.


આ પણ વાંચો:- 'હું તળાવમાં કૂદવા જાઉં છું, મમ્મીને સાચવજો' પત્ર લખી પોલીસ પુત્રનો આપધાત, મૃતદેહ મળતા પરિવારમાં માતમ


હાલ ટ્રાફિક પોલીસ પણ રાહ જોઈ રહી છે કે, આરોપી સભાન અવસ્થામાં આવે તો તેનું નિવેદન નોંધાઇ શકે છે. જેથી કરીને આવા બેફામ કાર ચલાવનારા લોકો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થઈ શકે. હાલ મોટેરા અકસ્માત બાબતે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે મોટર વેહિકલ એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે સાથો સાથ અકસ્માત સર્જનાર કાર ચાલકને લોહીના નમૂના પણ લેવાની તજવીજ હાથ ધરી છે. જો આગામી સમયમાં લોહીના સેમ્પલમાં દારૂનું પ્રમાણ જણાઈ આવશે તો સહઅપરાધ મનુષ્ય વધનો ગુનો પણ નોંધાઈ શકે છે સાથે સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ નોંધાઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube