• ટ્રક અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી તેલંગાણાની કાર સાથે તેની ટક્કર થઈ

  • પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી


નવનીત દલવાડી/ભાવનગર :વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે. આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે (Ahmedabad Bhavnagar highway) પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત (accident) થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જોકે, આ કાર તેલંગણા (telangana) પાસિંગની હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા પાસિંગની કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.


આ પણ વાંચો : આ bollywood સ્ટાર્સને ન મળ્યું Varun Dhawan ના લગ્નનું આમંત્રણ



ટ્રક અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી તેલંગાણાની કાર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્તો ધોળકા હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં 2 મુસાફરોને સામાન્ય ઇજા થઈ છે, તો એકની હાલત ગંભીર છે. પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. તેમજ ક્ષતવિક્ષત હાલતમાં મળેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.