રાજકોટમાં 70 ફૂટ ઉંચા પુલ પરથી ગાડી ખાબકતા 4નાં મોત, 15ને ઇજા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે રામપર બેટીના 70 ફૂટ પુલ પરથી યુટીલીટી નદીમાં ખાબકી
રાજકોટ : રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે રામપર બેટીનાં 70 ફૂટ ઉંચા પુલ પરથી યુટિલિટીની નદીમાં ખાબકી હતી. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યા હતા. ઉપરાંત 15થી વધારે લોકો ઇજા પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેમણે બચાવ અને રાહત કાર્ય ચાલુ કર્યું હતું. તમામ ઘાયલોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા યુટિલિટી ખાબક્યા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરાયું હતું. જો કે અકસ્માતનુ કારણ પ્રાથમિક તપાસમાં ડમ્પરે ઠોકર મારવાનાં કારણે પુલની નીચે ખાબકી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ મુસાફરો પાટણ જિલ્લાનાં હતા. તમામ એક જ પરિવારનાં હતા. અને તેઓ યાત્રા માટે નિકળ્યા હતા.
સમગ્ર પરિવાર સતાધાર દર્શન કરીને ચોટીલા તરફ જઇ રહ્યા હતા. ત્યારે જ બેટી રામપરના પુલ પર ડમ્પરે ઠોકર મારતા ગાડી પુલ પરથી જ નદીમાં ખાબકી હતી. જેમાં સ્થાનિક લોકોએ તાત્કાલીક રાહત અને બચાવ કાર્ય આરંભ્યુ હતું.