જમીલ પઠાણ/છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વરસાદના પાણી નદી-નાળા અને રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આવામાં નસવાડીના ગઢબોરીયાદ પાસે નાળા ઉપર પસાર થઈ રહેલી એક કાર પાણીના વહેણમાં તણાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


નસવાડીના ગઢબોરીયાદ પાસે વહેતા નાળાનું આ દ્રશ્ય છે. જેમાં ભારે વરસાદને પગલે નાળુ ઓવરફ્લો થયું હતું અને પાણીનો ધસમસતો પ્રવાહ વહેલા લાગ્યો હતો. ત્યારે નાળા પરથી પસાર થઈ રહેલી શિક્ષકોની કાર પાણીના વેગીલા પ્રવાહમાં ફસાઈ હતી. આ શિક્ષકો કાંધા પ્રાથમિક શાળાના હતા. કારમાં શાળાના બે શિક્ષકો સવાર હતા. નાળા ઉપરથી વહી રહેલા ધસમસતા પાણીના પ્રવાહમાં કાર ખેંચાઈ ગઈ હતી. જોકે, બંને શિક્ષકોનો આબાદ બચાવ થયો હતો. 



સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી છોટાઉદેપુરના કવાંટ અને પાવીજેતપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પંચમહાલના હાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. 3 ઈંચ વરસાદથી છોટાઉદેપુર સિટી પાણી પાણી થઈ ગયું છે. છોટાઉદેપુર, કવાંટમાં ભારે વરસાદને કારણે ઓરસંગ, કરા, હેરણ, ધામણી, અશ્વિન, ઉચ્છ સહિતની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો કવાંટનો રામી ડેમ 0.75 સેમીથી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે સુખી ડેમની સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :