કેરટેકર રાખતા પહેલા ચેતી જજો! એક વર્ષમાં 16 લાખનો ચુનો લાગ્યો, નિવૃત્ત DySPના ઘરે કાંડ!
અમદાવાદના નિવૃત DYSPના પિતાની બીમારીને લઈને કેરટેકરે બનીને ગયેલા આરોપી હિતેશ ચુનારાએ ATM પિન નંબર મેળવીને રૂપિયા 16 લાખ બેન્ક ખાતામાંથી ઉપાડી લીધા હતા.
ઉદય રંજન/અમદાવાદ: કેરટેકર રાખતા પહેલા ચેતી જજો કેમ કે વાસણામાં એક કેરટેકરે રૂપિયા 16 લાખ બેન્કમાંથી ઉપાડી લેતા છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે ..સાયબર ક્રાઇમ એ આરોપી ધરપકડ કરી છે. કેરટેકર બનીને આરોપીએ વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતામાંથી પૈસા ઉપાડ્યા. વૃદ્ધના મુત્યુ બાદ બેંક ખાતું બંધ કરવા જતાં ભાંડો ફૂટ્યો. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ ની કસ્ટડીમાં જોવા મળતા આ આરોપી નું નામ છે હિતેશ ચુનારા છે. જેની છેતરપિંડી કેસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદના નિવૃત DYSPના પિતાની બીમારીને લઈને કેરટેકરે બનીને ગયેલા આરોપી હિતેશ ચુનારાએ ATM પિન નંબર મેળવીને રૂપિયા 16 લાખ બેન્ક ખાતામાંથી ઉપાડી લીધા હતા.
ચંદ્રની સપાટી અને દિવસે ડાન્સ કરાવતાં રોડ! અ'વાદમાં વાહનો બને છે ભંગાર, તૂટે છે કમર
ઘટનાની વાત કરીએ તો નિવૃત DYSP ના પિતા સુરેન્દ્રસિંહ વાઘેલાના વૃધ્ધા અવસ્થા અને બીમારીના કારણે કેરટેકરની જરૂરિયાત હતી. જેથી એડવીનો હેલ્થ કેર કંપનીમાંથી 2021થી જુદા જુદા કેરટેકર મોકલવામાં આવતા હતા. આ કેરટેકર પૈકી હિતેશ ચુનારા એ HDFC બેંકનો ATM કાર્ડ અને પીન નંબર મેળવીને એક વર્ષ દરમિયાન ખાતામાંથી રૂ 16 લાખ ઉપાડી લીધા હતા. જુલાઈમાં નિવૃત DYSPના પિતાના મૃત્યુ બાદ તેઓ બેન્ક ખાતું બંધ કરવા પહોંચ્યા ત્યારે મૃત્યુ બાદ પણ પૈસા ઉપાડ્યા હોવાનું ખુલ્યું હતું. જેથી તપાસ કરતા ATMના CCTV ફુટેજમાં કેરટેકર હિતેશ ચુનારાનો ભાંડો ફૂટી જતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
હવે સપ્ટેમ્બરમાં મેઘો ગુજરાતમાં કરશે સટાસટી! આ વિસ્તારોમાં જાહેર કરાયું એલર્ટ
અમદાવાદ સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી હિતેશ ચુનારા ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો હતો અને વસ્ત્રાપુરમાં એડવીનો હેલ્થકેર કંપનીમાં કેરટેકરે તરીકે જોડાયો હતો. નિવૃત DYSPના પિતા 2020માં કોરોના કારણે બીમાર થયા હતા અને ત્યારબાદથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને મલ્ટીપલ બીમારી ના કારણે 2021થી કેરટેકર રાખવામાં આવ્યો હતો.
ગુજરાતનો 'વિકાસ' જોયો, હવે ભ્રષ્ટાચારની કહાણી જાણો! ક્યાં છે ખખડેલા રોડની 'રામાયણ'?
આરોપી હિતેશ ચુનારા 2023માં કેરટેકર તરીકે નોકરી આવ્યો હતો અને વૃદ્ધાવસ્થા અને બીમારીનો લાભ લઈને ઓગસ્ટ 2023થી ઓગસ્ટ 2024 સુધી આરોપીએ જુદા જુદા ATM માંથી પૈસા ઉપાડ્યા હતા. આ દરમિયાન 4 જુલાઈ 2024ના રોજ નિવૃત DYSPના પિતાનું અવસાન થયું હતું. એક મહિના બાદ તેઓ HDFC બેન્ક ખાતું બંધ કરવા ગયા હતા ત્યારે આરોપીએ મૃત્યુ બાદ પણ ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા. આ 16 લાખનું રૂપિયાનું આરોપીએ શું કર્યું જે મુદ્દે સાયબર ક્રાઇમે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ શું થવા બેઠું છે? ખાડીમાં ફરી સક્રિય થયું ડીપ્રેશન, આ વિસ્તારોના નીકળી જશે ભૂક્કા!
સાયબર ક્રાઇમે કેરટેકર દ્વારા થયેલી ઠગાઈ કેસમાં આરોપી હિતેશ ચુનારા ની ધરપકડ કરી છે. આ આરોપી કેટલા સમયથી હેલ્થકેર કંપનીમાં જોડાયો હતો અને અન્ય કોના કોના ઘરે નોકરી કરી ચુક્યો છે. ત્યા પણ આ પ્રકારે ચોરી કરી છે કે નહીં. અને ચોરીના રૂપિયા નું ક્યાં ઉપયોગ કર્યો છે.તેવા તમામ મુદ્દે પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.