Valsad News : આજકાલના સમયમાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે, તેથી તેઓ સંતાનોને ડે કેર સેન્ટરમાં અથવા ઘરમાં નોકરાણીના ભરોસે મૂકીને જાય છે. આવામાં ઘણીવાર માતાપિતાને ખબર પડતી નથી કે કેરટેકર કે આયા બાળકો સાથે કેવી હરકતો કરે છે. કેરટેકર સંતાનો સાથે મારપીટ પણ કરતા હોય છે. આવામાં વલસાડથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નોકરાણીએ ડોક્ટર દંપતીની દીકરી સાથે મારપીટ કરતી જોવા મળી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડમાં બાળકીની સંભાળ માટે રાખેલી મહિલાએ બાળકીને માર માર્યાનો વીડિયો CCTV માં કેદ થયો છે. બાળકને બીજાના ભરોસે રાખનાર માતાપિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. ડોક્ટર દંપતીએ પોણા ત્રણ વર્ષની દીકરીની સંભાળ રાખવા માટે રાખેલી મહિલાએ બાળકીને માર માર્યો હતો. મહિલાએ માસુમ બાળકીને વગર વાંકે માર માર્યો હતો. આયાએ સૂતેલી બાળકીની પીઠ ઉપર પગ મૂકીને ઉભી રહી ગઈ હતી. 


 


મોટું એલર્ટ! નવેમ્બરનું નવું વાવાઝોડું અહીંથી કરશે એન્ટ્રી, આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી