સસ્પેન્ડ થયેલા 8 પો. કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાંથી કેવી રીતે ભાગ્યા? જવાબ આપતા સુરત પોલીસ ગેંગેફેંફે થઈ ગઈ
ગુજરાતની પોલીસની છબી સામે આ કિસ્સો કાળા ટપકા સમાન છે. કારણ કે, પોલીસ આરોપીઓ પોલીસની સામે જ ફરાર થઈ ગયા, અને હાલ તેમને જ શોધવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ, સુરત પોલીસ આ સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરી રહી હોય તે રીતે વર્તી રહી છે.
ચેતન પટેલ/સુરત :સુરતમા ફરી એકવાર પોલીસની ખાખી ડાગદાર થઇ છે. એક યુવાનને ચોરીના કેસમા શંકાના આધારે ઉચકી લાવે છે અને તેને એ હદે માર મારવામા આવે છે તે યુવાનને બ્રેઇન હેમરેજ થઇ જાય છે. આ સમગ્ર મામલો જ્યારે ઉપરી અધિકારીની જાણમા આવ્યો ત્યારે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરાઈ. પીઆઇ મોહન ખિલેરી સહિત આઠ વિરુદ્ધ ગુનો નોઁધવાના આદેશ આપી દેવાયા, તો સાથે જ તમામ 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. પણ ગુજરાતની પોલીસની છબી સામે આ કિસ્સો કાળા ટપકા સમાન છે. કારણ કે, આ તમામ પોલીસ આરોપીઓ પોલીસની સામે જ ફરાર થઈ ગયા, અને હાલ તેમને જ શોધવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ, સુરત પોલીસ આ સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરી રહી હોય તે રીતે વર્તી રહી છે.
‘મહિલા સાથે વાતો કરીને પોતાની જિંદગીને રંગીન બનાવો’ તેવુ કહીને પુરુષોને ફસાવતી ગેંગ પકડાઈ
આરોપીને માર મારતો ખૂલી પોલીસની પોલ
સુરતના ખટોદરા પોલીસ મથકના પોલીસકર્મી ત્રણ દિવસ અગાઉ ઓમપ્રકાશ પાંડે સહિત ત્રણ લોકોને ચોરીના ગુનામા શંકમદ તરીકે લાવી હતી. કસ્ટડીમા રાત્રિ દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા ઓમપ્રકાશ તથા અન્ય બંનેને ઢોર માર મારવામા આવ્યો હતો. પોલીસે એટલી હવે ઓમ પ્રકાશને માર માર્યો હતો કે ત્યાર તેની હાલત ગંભીર થઇ ગઇ હતી. તેને તાત્કાલિક ધોરણે પોલીસ મથકથી નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં પણ મીડિયા સમક્ષ તેમની પોલ ઉઘાડી પડી ન જાય તે માટે બીજા દિવસે બપોરના સમયે ઈજાગ્રસ્ત ઓમપ્રકાશને નજીકની ખાનગી હોસ્રિટલમા ખસેડાયો હતો. જોકે ત્યાં હાજર તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના જ્યારે મીડિયા સમક્ષ આવી અને અહેવાલ પ્રસિદ્ધ કરવામા આવ્યા ત્યારે ઉપરી અધિકારી દોડતા થયા હતા. આ સમગ્ર મામલો ખુદ પોલીસ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. આ મામલે પોલીસ કમિશનરે પીઆઇ મોહન ખીલેરી, પીએસઆઇ સી.પી.ચૌધરી તથા અન્ય પોલીસ સ્ટાફ હરીશ, કનક, આશિષ, પરેશ, કલ્પેશ તથા જીતુભાઇ તમામ વિરુધ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. તમામને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ટ્રેનમાં રમકડા વેચતો વાઈરલ વીડિયોનો સેલ્સમેન યાદ છે? સુરત રેલવે પોલીસે કરી અટકાયત
મજાકમાં પણ કોઈની ગરદન ન મચકોડતા, દ્વારકામાં ગયો એક યુવકનો જીવ
પ્રેસ કોન્ફરન્સમાં પણ શું જવાબ આપે
આ ઘટના બાદ સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા પણ દોડતા થઈ ગયા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, પણ પોલીસ મીડિયાના પ્રશ્નોના જવાબ શુ આપે તે તેમના માટે મૂંઝવતો પ્રશ્ન હતો. એસીપી પી.એલ ચૌધરીએ મીડિયા સમગ્ર માહિતી આપી હતી, પણ એ જવાબ ન આપી શખ્યા કે કેવી રીતે હાજર પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાઁથી ફરાર થઈ ગયા. પોલીસ સમગ્ર કાંડમાં ઢાંકપિછોડો સિવાય કંઈ કરી ન શકી.
14 વર્ષના તરુણ સ્વયંસેવકથી ગૃહમંત્રી સુધી : ફિલ્મ બનાવાય તેવી રોચક છે અમિત શાહની ‘રાજકીય કુંડળી’
અગાઉ વિવાદમાં આવી ચૂક્યા છે પીઆઈ ખીલેરી
પીઆઈ એમબી ખિલેરી અગાઉ 2017માં અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમના વિસ્તારમાં હુસૈનમિયા નામના શખ્સના ત્યાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે દારૂ અને જૂગારની પ્રવૃતિઓ ચલાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી અડ્ડાઓ બંધ કરવા સૂચના આપી હતી. છતાય ખિલેરી રહમ નજર હેઠળ ચાલતા જૂગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડતા પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી ખિલેરીને સસ્પેન્ડ કર્યા હતા.