અમદાવાદ :અમદાવાદના નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ મહિલાને માર મારવા મામલમાં અંતે ફરિયાદ નોંધાઈ છે. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ધારાસભ્ય બલરામ થાવાણી વિરુદ્ધ રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું
ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. પાણી મુદ્દે રજૂઆત કરવા ગયેલી મહિલાને ઘારાસભ્યએ માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચારે તરફથી બલરામ થાવાણી સામે કાર્યવાહી કરવાની માગ ઉઠતા બલરામ થાવાણીએ જાહેરમાં આવીને પીડિત મહિલા સહિત કાર્યકરોની માફી માગી હતી. ત્યારે મહિલાએ પણ લેખિતમાં માફી માગવાની માગ કરી પોલીસ પ્રોટેક્શન માંગ્યુ હતું. આ મામલામાં હવે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે હવે બંને પક્ષની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે.


ચારેબાજુથી વિરોધ થતાં આખરે મહિલાને લાત મારનાર BJP MLA બલરામ થાવાણીએ માફી માંગી


ભાજપે શું પ્રતિક્રીયા આપી
બલરામ થાવાણીનો માર મારતા વીડિયોને લઇને ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ એક શરમજનક ઘટના છે. ભાજપ આ ઘટનાને વખોડી કાઢે છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ બલરામ થાવાણીને માફી માગવા જણાવ્યું.


જાહેરમાં મહિલાને માર મારનાર ધારાસભ્ય વીડિયો વાઈરલ થયા બાદ કહે છે, ભૂલથી લાત લાગી ગઈ


બલરામ થવાણીએ માફી માંગી
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પીડિત મહિલાની માફી માંગી છે. તો બલરામ થવાણીએ કહ્યું કે, હું મારી ભૂલ સ્વીકારું છું. મેં આ જાણીજોઈને નથી કર્યું. હું છેલ્લા 22 વર્ષોથી રાજનીતિમાં છું, પણ આવું ક્યારેય નથી થયું. હું એનસીપી મહિલા નેતાને સોરી કહીશ. મારાથી જોશમાં મિસ્ટેક થઈ છે. તેનુ મને દુખુ છે, ખેદ છે. જે બહેનને લાત લાગી છે તેમને સોરી કહીશ. ભૂલ થઈ છે, તો હું સ્વીકાર કરીશ.


FSL રિપોર્ટમાં ખુલાસો, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે બીજા માળનું એસી યુનિટ કારણભૂત


કોંગ્રેસની પ્રતિક્રીયા
બલરામ થાવાણીએ મહિલાને માર મારવાની ઘટના સામે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, આ ઘટના પીડાદાયક અને દુખદાયક છે. ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વ ત્વરિત કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરે તેવી અમારી માંગ છે. 


ગરમીના અસહ્ય મારથી ગુજરાતનું ગ્રીનેસ્ટ સિટી ગાંધીનગર પણ ન બચ્યું, પારો 45 ડિગ્રીએ પહોંચ્યો


ઉલ્લેખનીય છે કે, મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. રાજ્યના મહિલા આયોગનો મહિલાને માર મામલે હસ્તક્ષેપ કરી છે. મહિલા આયોગે સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર પાસે અહેવાલ માંગીને જરૂર લાગશે તો પીડિત મહિલાને બોલાવવાની તૈયારી બતાવી છે.