ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત રાજ્યમાં ગુજસીટોક એકટ હેઠળ પાંચમી ફરિયાદ નોંધાઈ છે. જામનગરમા ગુજસીટોક હેઠળ પાંચમી ફરિયાદ નોંધાઇ છે. જે અંતર્ગત જામનગરમા કુખ્યાત જયેશ પટેલ સહિત ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે. જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે ફરિયાદ નોંધી છે. જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે. જામનગર પોલીસ વડા દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : નવરાત્રિમાં મા અંબાની આરતી વિશે ગુજરાત સરકારે કરી મોટી સ્પષ્ટતા 


જામનગરમાં પોલીસનું મેગા ઓપરેશન 
જમનગર શહેરમાં પહેલીવાર ગુજસીટોક કાયદાનો ઉપયોગ થયો છે. આ ગુજસીટોક કાયદામાં 10 વર્ષથી જનમટીપની જોગવાઇ છે. જામનગરમા ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદના મામલામાં જામનગરમાં અસામાજિક તત્વો પર પોલીસનું મેગા ઓપરેશન જોવા મળ્યું છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે. તો ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પોલીસમેન વસરામ આહિર પણ સકંજામાં આવ્યા છે. તો એક અખબારના માલિક પ્રવીણ ચોવટિયા પણ ઝડપાયા છે. 


આ પણ વાંચો : નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે 


સાંસદ પરિમલ નથવાણીની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને જયેશ પટેલ ગેંગના એક પછી એક સાગરીતોને ઝડપી રહી છે. આમ, જામનગરના નવા એસપી દિપેન ભદ્રને જોરદાર સપાટો બોલાવ્યો છે. આ મામલે ડીઆજી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે. 


ગુજરાતમાં ‘ઓપરેશન જામનગર’ની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગ રૂપે જામનગર (jamnagar) ને ક્લીન કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ટીમને ગણતરીના દિવસો થયા છે. જયેશ પટેલ ગેંગ (mafiya jayesh patel) ના સાગરિતોને હથિયાર પૂરા પાડનાર સાગરીતને ગુજરાત ATS એ તાજેતરમાં જ પકડ્યો હતો. 


આ પણ વાંચો : Flipkart પર સ્માર્ટ TVમાં 50% ઓફર, જોઈ લો કઈ બ્રાન્ડનુ કયું મોડલ મળી રહ્યુ છે સસ્તામાં...