ગુજરાતમાં બિગ-બીની બાગબાન ફિલ્મ જેવો કિસ્સો : બે દીકરાએ માતા-પિતાને રાખવા ભાગ પાડ્યા
Gujarat Highcourt : વૃદ્ધ માતા-પિતાને અલગ કરવા માંગતા દીકરાઓએ હાઈકોર્ટમાં હેબિયસ કરી, માતાપિતાએ ઘર છોડીને અલગ રહેવાનું નક્કી કર્યું, તો કોર્ટે કહ્યું, બંને પાસે ભરણપોષણ માંગો
Navsari News : વર્ષો પહેલા અમિતાભ બચ્ચનની બાગબાન ફિલ્મ આવી હતી. જેમાં નિવૃત્ત થયેલા માતાપિતાના રાખવા માટે કેવી રીતે ચાર સંતાનો ભાગલા પાડે છે અને જીવનની ઢળતી ઉંમરે મા-બાપને અલગ કરે છે તે બતાવાયું હતું. ત્યારે ગુજરાતના નવસારી જિલ્લાથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીમાં રહેતા અને નિવૃત્ત કેન્દ્રીય કર્મચારી અને તેમના પત્નીને રાખવા માટે બે દીકરાઓએ આવી જ શરત મૂકી હતી. નવસારીના સુખી સંપન્ન પરિવારનો આ કિસ્સો જાણીને પગ તળેથી જમીન સરકી જશે.
તમે સમાજના દાખલો બેસે તે માટે ભરણપોષણનોકેસ કરી શકો છો
વાત એમ છે કે, કેન્દ્ર સરકારમાં વર્ગ-2ના હોદ્દા પરથી નિવૃત્ત થનારા અને વૃદ્ધ અને તેમના પત્નીને શોધવા માટે બંને દીકરાઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે બંને દીકરાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટ કહ્યું કે, તેમના દીકરા પાસેથી ભરણપોષણ લેવાનો તેમનો અધિકાર છે. સાથે જ વૃદ્ધને કહ્યું કે, તમે સમાજના દાખલો બેસે તે માટે ભરણપોષણનોકેસ કરી શકો છો.
શંકર કે સીતા કે પછી ભાજપ આપશે સરપ્રાઈઝ? ગુજરાતની આ બેઠક માટે સીધું દિલ્હીથી પ્રેશર
આ ઉંમરે હવે અમારે એકબીજાથી દૂર રહેવાતુ નથી
વૃદ્ધે કોર્ટમાં કહ્યું હતું કે, જીવનની ઢળતી સાંજે તેઓ પરિવાર સાથે શાંતિથી રહેવા માંગે છે, તેથી પેન્શનના રૂપિયાથી દીકરીના ફાર્મ હાઉસ પર રહે છે. દીકરીએ તેમને સાથે રહેવાનું કહ્યું, પણ દીકરીના સાસરે ન રહેવાય. તેથી તેના ફાર્મ હાઉસને ભાડે રાખીને પત્ની સાથે રહુ છું. પેન્શનના પૂરતા પૈસા આવતા હોવાથી અમને બીજી કોઈ તકલીફ નથી. પરંતુ આ ઉંમરે હવે અમારે એકબીજાથી દૂર રહેવાતુ નથી.
માર્ચમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, આ તારીખથી ગુજરાતના વાતાવરણમાં ફરી કંઈક મોટુ થશે
તો બીજી તરફ દીકરાઓએ અરજીમાં કહ્યું કે, અમારા માતાપિતા ત્રણ મહિનાથી ઘરે પરત ફર્યા નથી. પોલીસ પણ તેમને શોધી શકી નથી. તેથી તેઓએ હેબિયર્સ કોર્પસ કરી છે. કોર્ટે બંને દીકરાને પૂછ્યુ હતું કે, તેમના પિતા કેમ તેમની સાથે રહેતા નથી ત્યારે સમગ્ર વાત પરથી પડદો ઉંચકાયો હતો.
વૃદ્ધે કોર્ટમાં કહ્યું હતું કે, બંને દીકરાઓએ કહ્યું કે અમારું ઘર નાનું છે તેથી તમે અને મમ્મી વારાફરતી બંને ભાઈઓના ઘરે રહો. શરૂઆતમાં લાગ્યુ કે કોરોના પછી ભેગા થઈ જશું એટલે અમે અલગ રહેવા લાગ્યા, પરંતુ બાદમાં દીકરાઓએ આ કાયમી વ્યવસ્થા ગોઠવી હતી.
ચૂંટણી પહેલા નીતિન પટેલનો મોટો ધડાકો : હું મહેસાણાથી ઉમેદવારી પરત ખેંચુ છું