મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ કેમ આવ્યો, જનતા નક્કી કરશે કે સમાજ?
ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાથી લઈ મંત્રીમંડળના ફેરબદલની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ ચર્ચામાં નવો મમરો મૂકાયો છે. ગુજરાતના કેટલાક સમાજ પોતાની જ્ઞાતિના મુખ્યમંત્રી (CM candidate) બનાવાય તેવી માંગ ઉઠી છે. પાટીદારો, રાજપૂત, આદિવાસી, બ્રહ્મ સમાજ, કોળી અને ઠાકોર સમાજ અત્યાર સુધી પોતાના સમાજના નેતાઓને મુખ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ (casteism) ભળ્યું છે.