રાજકોટઃ અહીં ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર પેટ્રોલપંપમાં ઘૂસી ગઈ હતી. એટલું જ નહીં કારની ટક્કરમાં પેટ્રોલપંપનું ફ્યૂલ મિટર પણ મૂળમાંથી નીકળી ગયું. આ ઉપરાંત કારે એક રિક્ષાને પણ અડફેટે લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતના થોડી જ ક્ષણો બાદ લાલ શર્ટ પહેરેલી એક વ્યક્તિ બહાર આવે છે અને દોડીને અકસ્માતની ઘટનાથી દૂર જતી રહે છે. આ વ્યક્તિ રિક્ષાચાલક છે. જે પોતાની રિક્ષામાં ડિઝલ ભરાવી રહ્યો હતો.


તો પેટ્રોલપંપમાં ડિઝલ પોઈન્ટ સાથે અથડાતા પહેલા કારે બે લોકોને અડફેટે પણ લીધા. બેકાબૂ બનેલી કારે અચાનક જ બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક 15 થી 20 ફૂટ ઢસડાઈ ગઈ. જ્યારે અન્ય બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. 


તો અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કાર ચાલક મૂળ દિલ્હીનો વતની છે. અકસ્માત સર્જાયો તે સમયે કારમાં તેની પત્ની અને છ વર્ષની બાળકી પણ સાથે હતા. સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે. પરંતું આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે અકસ્માત કેટલો ગંભીર હશે. ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ ઓવર સ્પીડથી ચાલતા વાહનોને બ્રેક લગાવે તે જરૂરી છે.