દિનેશ ચંદ્રાવાડીયા/ ઉપલેટા : ઉપલેટાના પાટણવાવ રોડ નજીક આવેલ ભુતડાદાદા એ જવાના માર્ગ પર વીડીના રસ્તે મોજ નદી પર માત્ર પોણા બે વર્ષ પહેલા જ બાંધવામાં આવેલ કોઝવે સંપૂર્ણપણે ધોવાઈને રસ્તો બંધ થતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સ્મશાન પછીનો જે રસ્તો ભુતડાદાદા મંદિર તરફ જે વિડી વિસ્તારના રસ્તે જવાનો જૂનો ચીખલીયા માર્ગ પર મોજ નદી પર બાંધવામાં આવેલો ૨૦૦ ફૂટનો કોઝવે સંપૂર્ણપણે ધોવાઇ ગયો છે. માત્ર પોણા બે વર્ષ પહેલા જ નગરપાલિકા દ્વારા બાંધવામાં આવેલો આ કોઝવે ધોવાતા અંદરથી માત્ર રેતી જ નીકળી હતી. કોઈ જાતનું માલ કે અન્ય મટીરીયલ તેમજ અન્ય ખનિજ વાપરવામાં આવેલ ન હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો...ગુજરાતમાં અશાંતધારામાં સુધારા, જો મકાન ભાડે હોય તો ખાસ વાંચો નહી તો પસ્તાશો


આ જોતા સ્પષ્ટ જણાય છે કે, આ કોઝવે બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું દેખાઈ રહ્યું છે. એવું ખેડૂતો જણાવી રહ્યા છે. કોઝવેનું સંપૂર્ણપણે ધોવાણ થતાં મોજ નદીમાં પાણી વહી રહ્યું હોય ત્યારે પાટણવાવ રોડ પર આવેલ ભાદર નદીના કાંઠે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિરથી ૧૦ કિલોમીટર જેટલું ફરી ફરીને ૩૦૦ જેટલા ખેડૂતોએ પોતાના ૭૦૦ એકર જેટલા ખેતરો સુધી જવું પડે છે. જેને લઇને ખેડૂતોમાં ખૂબ જ હાલાકી જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અત્યારે મોસમનું કામ ચાલી રહ્યુ હોય ત્યારે મજુર માણસો, તૈયાર થયેલ પાક વગેરે લઈ આવવા જવામાં આ મુશ્કેલી પડી રહી છે. 


આ પણ વાંચો... થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈ કૂટણખાનું ચલાવતા પરિવાર, ત્રણની ધરપકડ


૧૦ કિલોમીટર નું અંતર ફરીને ખેતરો એ જવામાં ખર્ચ પણ વધી જાય છે. તેમજ મહિલાઓને પણ માત્ર એક કે બે કિલોમીટર ના અંતરે આવેલ ખેતરે જવા માં ૧૦ કિલોમીટર જેટલું ફરીને ચાલતા જવું પડે છે. આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ કોઝવે વહેલી તકે ફરી બનાવી દેવામાં આવે. જેને લઇને આવવા જવામાં કોઈ તકલીફ ન પડે. કારણકે બે વર્ષ પહેલા ત્યાં બે વ્યક્તિઓના મૃત્યુ ડૂબી જવાથી થયા હતા તેમજ ભેંસો અને ગાયો જેવા પશુઓ પણ ડૂબી જવાથી મોતને ભેટેલા છે. 


આ પણ વાંચો... ગુજરાતના આ દરિયા કિનારાને મળ્યું 'બ્લ્યૂ ફ્લેગ' સર્ટિફિકેશન, દુનિયાના 50 દેશોમાં ભારત સામેલ


આ કોઝવે માત્ર બે વર્ષથી જ બનાવવામાં આવેલો છે. એ પહેલા લોકોને મજબૂરીવસ નદીના પાણીમાંથી પસાર થઈને જવું પડતું હતું. આ નદીમાં સાપ તેમજ અન્ય ઝેરી જીવજંતુઓ રહેતા હોય જેને લઇને પણ નાના છોકરાઓને લઈને જવામાં પણ ખૂબ જ ડર લાગતો હોય છે. પરંતુ આ કોઝવે માત્ર બે વર્ષમાં જ સંપૂર્ણપણે તૂટી જતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સીમ વિસ્તારના ખેડૂતો દ્વારા માંગણી છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો ફરીથી નવો બનાવવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube