સુરતમાં ભારે વરસાદને પગલે કોઝવે ઓવર ફ્લો, વાહનવ્યવહાર કરાયો બંધ
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઇને કોઝવેની સપાટી ભયજનક સપાટી વટાવી ચુકી છે. જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિત ધોરણે કોઝવેના બંને તરફના ગેટ વાહનવ્યવાહર માટે બંધ કરી દેવામા આવ્યા હતા.
ચેતન પટેલ/સુરત: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઇને કોઝવેની સપાટી ભયજનક સપાટી વટાવી ચુકી છે. જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિત ધોરણે કોઝવેના બંને તરફના ગેટ વાહનવ્યવાહર માટે બંધ કરી દેવામા આવ્યા હતા.
છ મીટરની સપાટી ભયજનક સપાટી ક્રોસ કરી પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. જેને કારણે હજ્જારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ કોઝવે પર લાગેલા વાસના બંબુ પણ ઉતારી લેવામા આવ્યા હતા કારણે કે, પાણીના ફલોમાં વાનના બંબુ તણાય ન જાય તેની તકેદારી રાખવામા આવી હતી.
જામનગર: સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતી મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
જુઓ LIVE TV:
આ સાથે હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસમા ભારે વરસાદની આગાહી આપવામા આવી છે તેને લઇને તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યુ છે. અને સુરક્ષાના ભાગ રૂપે તંત્ર દ્વારા આ કોઝવે પરથી પસાર થતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદી પાણી કોઝવેના ઉપરથી જતા સુરક્ષાના હેતુસર વાહન પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.