અમદાવાદ : જો આજે નહી સમજીએ તો આપણી આવનારી પેઢીને આપણે એવું વિશ્વ આપીને જઇશું કે તેઓ નરક સમાજ જીવન જીવશે. આજથી માત્ર 79 વર્ષ એટલે કે 2100 માં ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઇ જવાની શક્યતા છે. સતત વધી રહેલી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે. પરિણામે દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. દેશના સૌથી લાંબા દરિયાકિનારો ધરાવતા ગુજરાતના ત્રણ શહેરોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં NASA ના સી લેવલ પ્રોજેક્શન ટુલ દ્વારા આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર, અમેરિકન નાગરીકો સાથે કરતા ઠગાઈ


ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ભારતમાં ગુજરાતના ભાવનગર, કંડલા અને ઓખા ઉપરાંત ચેન્નાઇ, કોચ્ચિ જેવા શહેરોનો દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયા કિનારા ઘટી રહ્યા છે. દરિયા કિનારે રહેતા લોકોએ ટુંક સમયમાં જ સુરક્ષીત સ્થળો પર ખસી જવું પડશે. દરિયાની સપાટીમાં 3 ફુટ પાણી વધવાનો અર્થ છે કે સેંકડો કિલોમીટર વિસ્તારોમાં તારાજી સર્જાવાની છે. 


વડોદરાના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડી, શરૂ કર્યો ગણેશજીની પ્રતિમા બનાવવાનો બિઝનેસ


અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા સી લેવલ પ્રોજેક્શન ટુલ બનાવવામાં આવ્યું છે. જેના આધારે ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ (IPCC) નો હાલનો રિપોર્ટ કહે છે કે, 2100 સુધીમાં વિશ્વમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન અને પ્રદષણને અટકાવવામાં નહી આવે તો એવરેજ 4.4 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દશકમાં જ તાપમાન 1.5 ડિગ્રી વધી જશે. જો આટલું તાપમાન વધશે તો સ્વાભાવિક રીતે જ ગ્લેશિયર પીગળશે. પાણીનું સ્તર વધવાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં તારાજી સર્જાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube