અમદાવાદ : રાજ્યમાં કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. કોરોનાના કેસ આજે 20 જાન્યુઆરીએ પહેલીવાર 1 લાખને પાર થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાને પગલે સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની બાબતે 1 લાખનો આંકડો બીજીવાર પાર થઇ ચુક્યો છે. અગાઉની તુલનાએ આ લહેર વધારે ભયાનક થઇ રહ્યો છે. 11 દિવસમાં કોરોનાની પીક આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલ તો કોરોનાનો આંકડો હદપાર થઇ ચુક્યો છે. જો કે નાગરિકો હજી પણ આ કોરોનાના વેરિયન્ટને હળવાશથી લઇ રહ્યા છે. આ કોરોનાથી માત્ર શરદી-તાવ અને ઉધરસ થાય છે અને પછી તે ઝડપથી સાજા થઇ જાય છે તેવું લોકો માની રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના ખેડૂતે એવુ મગજ દોડાવ્યુ કે, બટાકાની કમાણીમાં કરી લાખોની આવક


જો કે આ વ્હેમ બને તેટલો ઝડપી કાઢી નાખો અને કોરોના ગાઇડલાઇનનું પાનલ કરશો તો જ બચી શકશો. આ અંગે આંકડાકીય રીતે વાત કરીએ તો રાજ્યમાં 13 જાન્યુઆરીએ 50612 એક્ટિવ કેસ હતા. ત્યારે 64 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. જે 7 દિવસ બાદ એટલે કે 20 જાન્યુઆરીએ વધીને 104888 એક્ટિવ કેસ થઇ ગયા. વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા 156 થઇ ગઇ. જે 243 ટકાનો ઉછાળો સુચવે છે. એટલે કે આ કોરોના કંઇ અસર નથી કરતો અને હસતા રમતા જતો રહે છે તેવા લોકો માટે આ આંકડો ખુબ જ સુચક છે. 


ગાંધીનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ થયા


તારીખ એક્ટિવ કેસ વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા
14 જાન્યુઆરી 55798 54
15 જાન્યુઆરી 59564 60
16 જાન્યુઆરી 70279 95
17 જાન્યુઆરી 63610 83
18 જાન્યુઆરી 79600 113
19 જાન્યુઆરી 90726 125
20 જાન્યુઆરી 104888 156

અત્રે ઉલ્લેખનીય છે કે, 26 ડિસેમ્બર 2021 ના રોજ રાજ્યમાં માત્ર 948 એક્ટિવ કેસ હતા. જે પૈકી માત્ર 10 દર્દીઓ જ વેન્ટિલેટર પર હતા. જો કે ત્યાર બાદ કોરોનાએ રોકેટ સ્પીડ પકડી હતી. 1 જાન્યુઆરીએ 3 હજારથી વધીને 3927 થઇ જ્યારે 11 દર્દી વેન્ટિલેટર પર હતા. ત્યાર બાદથી સતત એક્ટિવ કેસોની સંખ્યા વધતી ગઇ હતી. આ આંકડો વધીને 20 જાન્યુઆરીએ 104888 એક્ટિવ કેસ થઇ ચુક્યા છે. જે પૈકી 156 નાગરિકો વેન્ટિલેટર  પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube