મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારીના નામે છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. ભુજના બે વેપારીઓને ન્યાય અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા હતા. જેને લઇ પોલીસે નવસારી ચીખલી નજીક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ભુજના વેપારી સાથે આ લાખો રૂપિયાની ઠગાઈ થઈ ગઈ અને ઠગાઈ કરનાર વ્યક્તિ મૌલિક ડોંગરેસિયા પોતાની ઓળખ સીબીઆઇ અધિકારી હોવાનું કહી પૈસા પડાવતો રહ્યો. આ એક માત્ર વેપારી પાસે નહીં અન્ય પણ એક વેપારી પાસેથી તેને રૂપિયા પડાવ્યા હોવાનું હોવાનું સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.


બન્ને વેપારીઓને પોતાના ધંધામાં પહેલા જ કરોડો રૂપિયાની ખોટ જતા કઈ રીતે પરત પૈસા મળે તેની આશા પર બેઠા હતા. તેવામાં આરોપી મૌલીક સાથે અમદાવાદમાં તેમનો પરિચય થયો. અને આ પરિચય વિશ્વાસમાં પરિણમ્યો તે દરમિયાન આરોપી મૌલિકે વિશ્વાસનો લાભ લઇ ટુકડે ટુકડે રૂપિયા પડાવી લીધા હતા.


ગુજરાતનો આ પશુપાલક દૂધમાંથી નહીં પણ પશુ ગોબરમાંથી કરે છે લાખોની કમાણી


જોકે પોલીસને આરોપી અંગે માહિતી મળતા નવસારીના ચીખલી નજીક ઝડપી લેવામાં આવ્યો અને વધુ પૂછપરછ કરતાં અન્ય એક વેપારી સાથે પણ તેને ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું. બીજા વેપારીની સાથે પણ તેને દસ લાખ રૂપિયાની ઠગાઇ સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપીને કરી હતી. હાલ તો પોલીસે આવા કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તે અંગેની પૂછપરછ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.