મૌલિક ધામેચા/અમદાવાદઃ ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર શૈલેષ ભંડારીના ત્યાં સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. કરોડોના બેન્ક કૌભાંડમાં તપાસ કરતા હાઇફાઈ વિદેશી દારૂની બોટલ અને બંધ થઈ ગયેલી ચલણી નોટો મળી આવી છે. જે અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટરો અને એમડીએ બેન્ક સાથે 600 કરોડથી વધુની ઠગાઈ આચરવા મામલે સીબીઆઈએ ફરી એક વાર તપાસ શરૂ કરી છે. આ તપાસમાં હવે ટીમ બોપલ આંબલી રોડ પરના જયંતીલાલ પાર્ક ખાતેના ઘરમાં સર્ચ કર્યું છે. જેમાં અનેક મહત્વના ડોક્યુમેન્ટ અને વિદેશી દારૂની બોટલો તથા બંધ થઈ ગયેલી ચલણી નોટો પણ મળી આવી છે. પહેલા સીબીઆઈની રેડમાં આ બધી વસ્તુઓ મળતા સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. જેમાં સરખેજ પોલીસ, સેટેલાઇટ પોલીસ વચ્ચે હદનો વિવાદ થયો. જોકે બાદમાં વસ્ત્રાપુરની હદ લાગતી હોવાનું સામે આવતા એકાદ કલાકના ડ્રામા બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. 


આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાએ ડરાવ્યા, છેલ્લા 24 કલાકમાં 3350 કેસ, અમદાવાદની સ્થિતિ ચિંતાજનક  


જેમાં શૈલેષ અને સૂરજ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેકટરો અને એમડીએ બેંક ઓફ ઇન્ડિયા સાથે 632 કરોડ રૂપિયાની ઠગાઇ આચર્યાની ફરિયાદ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર અજય ઠાકુરે પાંચ દિવસ પહેલા સીબીઆઇમાં કરી હતી. ફરિયાદમાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટર મુકેશ ભંવરલાલ ભંડારી, એમડી શૈલેષ ભંડારી, ડાયરેક્ટર નરેન્દ્ર દલાલ અને એમડી અવિનાશ પ્રકાશચંદ્ર ભંડારી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સીબીઆઇ ટીમે ઇલેક્ટ્રોથર્મ કંપનની ફેક્ટરી અને માલીકોના નિવાસ સ્થાન પર દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફોરેન્સિક ઓડિટ થતા કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો. મહત્વનું છે કે રેડ સમયે સીબીઆઇએ દારૂનો કેસ કરવા માટે જ્યારે પોલીસની મદદ માંગી ત્યારે સરખેજ, સેટેલાઇ અને વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરવા હદનો વિવાદ કર્યો હતો. સામાન્ય પ્રજાની જેમ CBIની ટીમને પણ હદના વિવાદનો ભોગ બનવું પડ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube